<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

શામળાજી મંદિરે આહીર સમાજનું સ્‍નેહમિલન સંપન્‍ન

રાજકોટઃ  સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના યદુવંશી આહીર સમાજનું સ્‍નેહમિલન  તાજેતરમાં શામળાજી મંદિર ખાતે યોજાયેલ હતું. જેમાં પારંપરિક પોશાક સાથે આહીર સમાજ એકઠો થઇ ભગવાન શામળીયાની આરતી માં ભાગ લઇ મંદિર પર ધજા ચઢાવી હતી. આ પ્રસંગે આહીરાણીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ સાથે આહીર સમાજનો સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરસ્‍પર એકબીજાનો પરિચય આપવામાં આવ્‍યો.

(10:15 AM IST)