News of Tuesday, 7th January 2025
૧૦ થી ૧૪ ફેબ્રુઆરી સુધી બેંગલુરુમાં એયરો ઇન્ડિયા શો, મેક ઈન ઇન્ડિયાની તાકાત બતાવશે
એયરો ઇન્ડિયામાં ૧૦થી૧૨ ફેબ્રુઆરી સુધી બિઝનેસ ડે હશે. ૧૩-૧૪ ફેબ્રુઆરી પબ્લિક ડે હશે. તેમાં એયર ડિસપ્લે અને સ્ટેટિક ડિસ્પ્લે હશે

નવીદિલ્હી: એશિયાનો સૌથી મોટો એયરો શૉ એયરો ઇન્ડિયા-૨૦૨૫ ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી સુધી કર્ણાટકના બેંગલુરુમાં એયરફોર્સ સ્ટેશન યેલહંકા માં શરૂ થશે. આ વખતે એયરો ઈન્ડિયાનું આ ૧૫મુ સંસ્કરણ છે. “ ધ રન-વે ટૂ અબિલિયન અપૉચ્યુનિટિઝ” થીમની સાથે આ કાર્યક્રમ વિદેશી અને ભારતીય કંપનીયો વચ્ચેની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સ્વદેશીકરણ પ્રક્રિયામાં ઝડપ લાવવાને માટે ગ્લોબલ સપ્લાઈ ચેનમાં નવી તક શોધવાનો મંચ હશે. એયરો ઇન્ડિયામાં ૧૦થી૧૨ ફેબ્રુઆરી સુધી બિઝનેસ ડે હશે. ૧૩-૧૪ ફેબ્રુઆરી પબ્લિક ડે હશે. તેમાં એયર ડિસપ્લે અને સ્ટેટિક ડિસ્પ્લે હશે. અહીં ડિફેન્સ મિનિસ્ટર્સ કૉન્કલેવ હશે. આ કૉન્કલેવ મિત્ર દેશોની વચ્ચે ભાગીદારીને મજબૂત કરવા અને સુરક્ષા અને વિકાસને માટે ભાગીદારીની નજરે સહયોગ વધારવા પર ફોકસ હશે. સીઈઓ રાઉન્ડ ટેબલ દ્વારા એયરો ઇન્ડિયામાં વિદેશી કંપનીઓને માટે ભારતમાં મૈન્યુફૈક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો મંચ હશે. ઇન્ડિયન પેવેલિયનમાં સ્વદેશી ડિફેન્સ મૈન્યુફૈક્ચરિંગ ક્ષમતાને બતાવવામાં આવશે. આઈડેક્સ પેવેલિયનમાં ઇન્ડિયન સ્ટાર્ટઅપની વિકસિત કરવામાં આવેલી અત્યંતઆધુનિક ટેકનિકો અને પ્રોડક્ટસનું પ્રદર્શન થશે. એયરો ઇન્ડિયામાં એયર શૉ પણ થશે. વર્ષ ૨૦૨૩માં થયેલ એયરો ઇન્ડિયામાં ૭ લાખથી વધુ વિઝિટસૅ આવ્યા હતા.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
