<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

રાજહંસ-જહાન્‍વી પાર્ક-નરસિંહ પાર્ક સહિતના વિસ્‍તારમાં વિકાસકામોને હરીઝંડી

કોર્પોરેટરોના પ્રયત્‍નો સફળ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૦૮માં જનભાગીદારી યોજના હેઠળ (૧) રૂ.૩૩.૧૯ લાખના ખર્ચે સૂર્યોદય સોસાયટીમાં રસ્‍તાના સાઈડ સોલ્‍ડરમાં, (૨) રૂ.૩૪.૧૯ લાખના ખર્ચે સાકેત પાર્ક, મધુવન સોસાયટી, કિંગ્‍સલેન્‍ડ પાર્ક, જહાન્‍વી પાર્ક તથા નરસિંહ પાર્કમાં, (૩) રૂ.૩૫ લાખના ખર્ચે યોગિનિકેતન સોસાયટી, રાજહંસ સોસાયટી, ન્‍યુ કોલેજવાડી તથા ગંગા પાર્કમાં રસ્‍તાના સાઈડ સોલ્‍ડરમાં, (૪) રૂ.૧૪.૭૦ લાખના ખર્ચે બ્રહ્મ કુંજ સોસાયટી તથા મારૂતિ પાર્કમાં રસ્‍તાના સાઈડ સોલ્‍ડરમાં (૫) રૂ.૩૩.૨૮ લાખના ખર્ચે અમળત રેસીડેન્‍સી, સ્‍ટાર વિલા, પ્રદ્યુમન પાર્ક, સાકેત પાર્ક-૨, જગન્નાથ પ્‍લોટ શેરી નં.૪ અને ૫ મા રસતાના સાઇડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોક નાખવાનું કામ, (૬) રૂ.૫૮.૭૯ લાખના ખર્ચે કાલાવાડ રોડ પર કે.કે.વી. મલ્‍ટીલેવલ બ્રીજ નીચે પરીમલ સ્‍કુલ સામે પીકલ બોલ બનાવવાનું કામ, (૭) રૂ.૫૦.૮૨ લાખના ખર્ચે કાલાવાડ રોડ પર કે.કે.વી. મલ્‍ટીલેવલ બ્રીજ નીચે પરીમલ સ્‍કુલ સામે બોકસ ક્રિકેટ બનાવવાનું કામ, (૮) રૂ.૩૬.૪૯ લાખના ખર્ચે કાલાવાડ રોડ પર કે.કે.વી. મલ્‍ટીલેવલ બ્રીજ નીચે પરીમલ સ્‍કુલ સામે ઇન્‍ડોર ગેઇમ્‍સ બનાવવાનુ કામ તેમજ (૯) રૂ.૪૨.૪૭ લાખના ખર્ચે કાલાવાડ રોડ પર કે.કે.વી. મલ્‍ટીલેવલ બ્રીજ નીચે પરીમલ સ્‍કુલ સામે સ્‍કેટીંગ બનાવવાનુ કામ આમ કુલ મળી અંદાજીત રૂ.૩.૩૯ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ વોટર વર્કસ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૮ના કોર્પોરેટર અશ્વિનભાઇ પાંભર, કોર્પોરેટર બીપીનભાઈ બેરા, ડો.દર્શનાબેન પંડ્‍યા અને પ્રીતીબેન દોશીના પ્રયત્‍ન સફળ થયા છે.

(3:21 PM IST)