તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
ફેદરા નજીક ભડિયાદ મેળામાં જતા 4 લોકોને લાગ્યો વીજ કરંટ: 2 લોકોના મોત: 2ને ઈજા
કાર રોડ નીચે ઉતરતા સમયે વીજળીની મેઈન લાઇનના વાયરો અડી જતા દુર્ઘટના ઘટી

અમદાવાદના ફેદરા નજીક ભડિયાદ મેળામાં જતા 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 2ના મોત થયા છે જ્યારે 2ને ઈજા પહોચી છે. રોડ પરથી કાર પસાર કરતા વીજ વાયર અડી જતા આ દુર્ઘટના ઘટવા પામી હતી. સેવાલીયા તાલુકાના વસોના વતની હતા યાત્રિકો. નજરે જોનારાનું કહેવું છે કે, કાર રોડ નીચે ઉતરતા સમયે વીજળીની મેઈન લાઇનના વાયરો અડી જતા દુર્ઘટના ઘટી હતી. એક બાળકી, એક મહિલા અને બે યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
