તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th January 2025
રૈયા રોડ પર મહિલા કારચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે બઘડાટીઃ વિડીયો વાયરલ
કારમાં લોક મારી દેવાયું હોઇ ઉગ્ર બોલાચાલી થઇઃ અંતે દંડ ભર્યો

રાજકોટઃ રૈયા રોડ પર સીટી સેન્ટર નજીક સાંજે એક મહિલા કારચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. નંબર વગરની કારમાં પોલીસે લોક મારી દીધુ હોઇ અને દંડની કાર્યવાહી શરૂ કરી હોઇ તેના કારણે કારચાલક અને પોલીસ વચ્ચે ભારે જીભાજોડી થઇ હતી. મહિલાએ જોઇ લેવાના શબ્દો પણ ઉચ્ચાર્યા હતાં. એક તરફ ટ્રાફિક સપ્તાહ ચાલી રહ્યું છે અને લોકો પાસેથી નિયમોના ભંગને નામે સતત દંડ ઉઘરાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ પ્રકારે દંડ વસુલવા બાબતે માથાકુટ પણ થતી રહે છે.
(3:05 PM IST)










