તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th January 2025
રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1585 રૂપિયા સુધી બોલાયો: જાણો 52 યાર્ડના ભાવ
ગુજરાતની 52 માર્કેટ યાર્ડમાં કુલ 5,825.63 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 52 માર્કેટ યાર્ડમાં કુલ 5,825.63 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1585 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1541 રૂ. અને નીચો ભાવ 1380 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1560 રૂ., ઉનાવામાં 1540 રૂ., બાબરામાં 1530 રૂ., અમરેલીમાં 1529 રૂ., સિદ્ધપુરમાં 1527 રૂ., ગોંડલમાં 1520 રૂ., ધ્રોલમાં 1515 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,825.63 ટન કપાસની આવક થઇ છે.


(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
