<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

મારા 50 વર્ષ પૂરા થાય એટલે હું જે જગ્યાએ હોવ એ જગ્યાએથી નિવૃત્તિ લઈ લઈશ તે નિર્ણય મેં ઘણા સમય અગાઉ લઈ લીધો હતો : જૂનાગઢના નિવૃત્ત એસપી હર્ષદ મહેતાનું નિવેદન : જુઓ વિડિઓ

યુવાનોને પોલીસ વિભાગમાં નોકરી કરવા તથા ડ્રગ્સ સહિતના દુષણોથી દૂર રહેવા અપીલ કરી : જૂનાગઢ સહિતના જુદા જુદા જિલ્લાઓમાં બજાવેલી ફરજને યાદ કરી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭

       મારા 50 વર્ષ પૂરા થાય એટલે હું જે જગ્યાએ હોવ એ જગ્યાએથી નિવૃત્તિ લઈ લઈશ તે નિર્ણય મેં ઘણા સમય અગાઉ લઈ લીધો હતો. આ નિર્ણયની જાણ મારા ક્લાસમેટ દોસ્તોને પણ ખબર હતી સરકારે પણ હકારાત્મક અભિગમ અપનાવીને મારા નિર્ણયને સમજીને મને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે મંજૂરી આપી છે તેમ જૂનાગઢના નિવૃત્ત એસપી હર્ષદ મહેતાએ જુનાગઢ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

યુવાનોને પોલીસ વિભાગમાં નોકરી કરવા તથા ડ્રગ્સ સહિતના દુષણોથી દૂર રહેવા અપીલ કરી હતી.જૂનાગઢ સહિતના જુદા જુદા જિલ્લાઓમાં બજાવેલી ફરજને યાદ કરી હતી.જૂનાગઢના નિવૃત્ત એસપી હર્ષદ મહેતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

 

(8:18 PM IST)