તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th January 2025
તાલિબાને ઠેર ઠેર પાથરેલી સુરંગોના કારણોસર 500થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ૨૬ પ્રાંતો પૈકી જુદા જુદા સ્થળોએ મળી કુલ ૬૫ ચો.કી.મી. જેટલી જમીન ઉપર જુદે જુદે સ્થળોએ સુરંગો પથરાયેલી છે. તેમાં ઈમ્પ્રોવાઈઝડ એક્સપ્લોઝિવ દીવાઈસીઝ (આઈઈડી) હોય છે. ''યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ એજ્યુકેશન ફંડ'' (યુનિસેફ) જણાવે છે કે ૨૦૨૪ ના વર્ષમાં તે સુરંગોના થયેલા વિસ્ફોટોને લીધે ૫૦૦ થી વધુ બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી, તે પૈકી કેટલાયેના મૃત્યુ થયા હતા. આ સુરંગો અફધાન તાલિબાનોએ મૂળ તો તેમની સામે પડનારા તે સમયની કારઝાઈ સરકારના સૈન્યને તથા તેને સાથ આપનારા વિદેશી સૈન્યોને આગળ વધતા અટકાવવા પાથરી હતી. પરંતુ અણધડ તાલિબાનોએ તે સુરંગો કોઈ આયોજન સિવાય જ જ્યાં ત્યાં પાથરી દીધી હતી. સામાન્ય રીતે સામેના લશ્કરના સૈનિકોને આગળ વધતા અટકાવવા તમામ સેનાઓ ફ્રન્ટલાઈન અને તેની અંદરની બાજુએ સુરંગો પાથરે જ છે પરંતુ તેની ચોક્કસ પદ્ધતિ હોય છે. પોતાના સૈન્યના સૈનિકોના અગ્રણીઓને તેનો ''નકશો'' આપી દેવાય છે. જેથી સુરંગોની બે હારની વચ્ચેથી પોતાના સૈનિકો પસાર થઈ શકે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
