તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
લોકો ગંભીરતાથી વિચારે તો ૨૨ લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ ભારતમાં રહે
પીએમ મોદીએ કરેલી અપીલો બાદ સોશિયલ મીડિયામાં લોકડાઉન અને કોવિડ જેવી સ્થિતિની અફવાઓ ચાલી રહી છે : ભારત પર લોકડાઉનનો કોઈ ખતરો નથી પણ આ અપીલો એ પીએમ મોદીનું લાંબાગાળાના આયોજનનો ભાગ છે સોનામાં દર વર્ષે ભારતીયો ૬ લાખ કરોડનો કરે છે ખર્ચ વિદેશ પ્રવાસ પાછળ ૩ લાખ કરોડનો ખર્ચઃ ક્રૂડ ઓઈલઃ ૧૦ લાખ કરોડનો ખર્ચ

નવી દિલ્હી તા.૧૨: ઈરાન- અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષના માહોલમાં ક્રૂડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો વધ્યા નથી પણ પેટ્રોલિયમ કંપનીઓ રોજનું ૧૦૦૦થી ૧૨૦૦ કરોડનું નુક્સાન સહન કરી રહી છે. પીએમ મોદીએ પણ હૈદરાબાદમાં જાહેરમાં અપીલ કરતાં હવે આ મામલો ચર્ચા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે આ સંઘર્ષ લાંબો ચાલ્યો તો ભારત પણ આર્થિક સંકટમાંથી બહાર રહે તેવી સંભાવના ઓછી છે.
હવે પીએમ મોદીએ પણ આ બાબતે ચિતા વ્યક્ત કરી છે આ સાથે સાથે મોદીએ કેટલીક અપીલો કરી છે. જોકે, ભારત પર લોકડાઉનનો કોઈ ખતરો નથી પણ આ અપીલો એ પીએમ મોદીનું લાંબાગાળાના આયોજનનો ભાગ છે. ભારત હાલમાં વિદેશી હૂંડિયામણ બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ક્રૂડ ઓઈલ પાછળ ભારતનું વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ રહ્યું છે પણ જો લોકો આ અપીલો પ્રત્યે ગંભીરતાથી વિચારે તો ભારતનું ૨૨ લાખ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ભારતમાં રહે તેવી સંભાવના છે, એટલે જ પીએમ મોદીએ અપીલો કરી હતી.
આજે દરેક ભારતીયોની રોકાણ માટે સૌથી પહેલી પસંદ એ સોનું છે. લોકો અલગ અલગ તહેવારો અને પ્રસંગોપાત મોટાપ્રમાણમાં સોનું ખરીદે છે. ડોલરના વધતા જતા ભાવો વચ્ચે સોનાના ભાવોમાં પણ મસમોટો વધારો થયો છે. ભારતમાં દર વર્ષે સોનાની આયાત પર લાખો કરોડનો ખર્ચ થાય છે. ૨૦૨૪-૨૫માં આ આંકડો ૪.૮૯ લાખ કરોડ રૂપિયા હતો. ૨૦૨૫-૨૬માં આ વધીને ૬.૪૦ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ ત્રિમાસિક ગાળામાં ભારતમાં રોકાણ માટેના સોનાની માગ ઘરેણાં કરતાં પણ વધી છે. સોનાની સરેરાશ આયાત કિમત વર્ષ ૨૦૨૪-૨૫માં ઼૭૬,૬૧૭ પ્રતિ કિલો હતી, જે વધીને ૨૦૨૫-૨૬મા ંડોલર ૯૯,૮૨૫ પ્રતિ કિલો થઈ ગઈ છે. સોનાની આયાત વધવાને કારણે ભારતની વેપાર ખાધ (Trade Deficit) વધીને ડોલર ૩૩૩.૨ અબજ સુધી પહોંચી ગઈ છે. મોદીએ આ અપીલ એટલા માટે કરી છે કે લોકોમાં સોનાની માગ વધારે હોવાથી ભારતે સોનાની આયાત કરવી પડી રહી છે. જો લોકો ખરીદી ઓછી કરે તો ભારત જેવા દેશે આયાત ઓછી કરવી પડે અને વિદેશી હૂંડિયામણ બચાવી શકે છે.
૨૦૨૩-૨૪માં ભારતીયોએ વિદેશ પ્રવાસ પાછળ કુલ ૨.૪૭ લાખ કરોડનો ખર્ચ કર્યો છે. જે ૨૦૨૫-૨૬માં વધીને ૩.૬૫ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. એક અંદાજ મુજબ, લક્ઝરી ટ્રાવેલર્સ સરેરાશ પ્રતિ વ્યક્તિ રૂા.૩.૫ લાખથી વધુનો ખર્ચ વિદેશ પ્રવાસ દરમિયાન કરે છે. વિદેશ પ્રવાસ પાછળ થતો આ જંગી ખર્ચ દેશના વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) ના પ્રવાહને અસર કરે છે. પોસ્ટ-પેન્ડેમિક (કોરોના પછી) ભારતીયોમાં ટ્રાવેલ અને વિદેશમાં રજાઓ ગાળવાનો ટ્રેન્ડ એટલો વધ્યો છે કે તે હવે દેશના આર્થિક આંકડાઓમાં મોટું સ્થાન ધરાવે છે. ભારતીયો રેમિટન્સ વિદેશમાંથી મોકલે તો છે પણ ખર્ચ કરવામાં પણ પાછીપાની કરી રહ્યાં નથી. જો લોકો વિદેશ પ્રવાસ ઘટાડે તો પણ વિદેશી હૂંડિયામણનો ખર્ચ બચી શકે છે. લોકો લોકલ પ્રવાસ કરે તો એનો ફાયદો દેશને પણ મળી શકે છે એટલે મોદીએ વિદેશ પ્રવાસ ઘટાડવાની અપીલ કરી છે.
સૌથી મોટી કમનસીબી એછે કે ખરીફ સિઝનમાં ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી. સરકાર ભલે ખાતરની અછત ન હોવાની વાત કરી રહી છે પણ ખેડૂતોને ખાતર પૂરતી માત્રામાં મળી રહ્યું નથી એ વાસ્તવિકતા પણ છે. ખરીફ સિઝનમાં સૌથી વધારે ખાતરની વપરાશ થાય છે આ સિઝનમાં ૧૦૦૦ લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે અને ખાતરની માગ પણ વધારે હોય છે. ૧.૫૦ લાખ કરોડના ખાતરની આયાત થાય છે. આ વર્ષે ભારતે વિદેશોમાંથી ૧.૫૦ લાખ કરોડનું ફર્ટિલાઈઝર ખરીદ્યું છે. આ ગત નાણાકિય વર્ષની સરખામણીમાં ૭૬ ટકા વધારે છે. સારા ચોમાસાને કારણે ખાતરની માંગમાં વધારો થતા, વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની ખાતરની આયાત ૪૧% વધીને ૨૨.૩ મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે. ભારત દર વર્ષે લગભગ ૭૦ મિલિયન ટન (૭ કરોડ ટન) ખાતરનો વપરાશ કરે છે, જે ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત માટે આ સૌથી મોટો બોજ એટલા માટે છે કે સરકાર આ પાછળ જંગી સબસિડીનો ખર્ચ કરે છે.
ભારચ પોતાની જરૂરિયાતનું ૭૦ ટકા તેલ આયાત કરે છે. આ આયાત પર ૨૦૨૪-૨૫માં ૧૧.૬૬ લાખ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. જ્યારે ૨૦૨૫-૨૬માં કાચા તેલના ભાવ ઘટવાને કારણે આ ખર્ચ રૂપિયા ૧૦.૩૫ લાખ રૂપિયાએ પહોંચ્યો છે. છેલ્લા ૨ મહિનામાં યુદ્ધમાં કાચું તેલ ૫૦ ટકા મોંઘું થયું છે. આ વર્ષનું બિલ ૧૩ લાખ કરોડ રૂપિયાએ પહોંચી શકે છે. ભારત તેની જરૂરિયાતનું ૮૫% થી વધુ ક્રૂડ ઓઈલ વિદેશથી મંગાવે છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આશરે ૨૪૫ મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની આયાત કરી છે. પીએમ મોદીએ તો વર્ક ફ્રોમ હોમની પણ અપીલ કરી છે. લોકો ઓફિસ જવા અને આવવા પાછળ જંગી પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરે છે. હાલમાં સ્ટેટ ઓફ હોર્મુંઝ બંધ હોવાથી ભારતને વિદેશી આયાત ખર્ચ મોંઘો પડી રહ્યો છે. ભારતે ભલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી પણ કંપનીઓ આ નુક્સાનનો ભોગવી રહી છે. જેથી પીએમ મોદીએ પણ ઓછા વપરાશ માટે અપીલ કરી છે.
અમેરિકાઃ પેટ્રોલના ભાવ ૭.૫ ટકા વધ્યા છે. જેટ ફયૂઅલના ભાવ બમણાં થવાથી સ્પિરિટ એરલાઈન્સ બંધ થઈ ગઈ છે.
પાકિસ્તાનઃ પેટ્રોલના ભાવ ૫૮ ટકા સુધી વધ્યા છે. મંત્રીઓનો ફયૂઅલ ક્વોટા પૂરો થઈ ગયો છે અને ફોર ડે વીક શરૂ થયું છે.
બ્રિટનઃ ડીઝલના ભાવમાં ૩૩ ટકાનો વધારો થયો છે. હોમ હીટિગમાં ન્ભ્ઞ્નો ઉપયોગ બંધ થયો છે.
દ.કોરિયાઃ ન્હાવા માટે શોર્ટ પાવર, વીક એન્ડમાં જ વોશિગ મશીન ચલાવવું અને સરકારી કચેરીઓમાં લિફટ બંધ કરી દેવાઈ છે.
થાઈલેન્ડઃ તમામ ઓફિસોમાં એસી ૨૭ ડિગ્રી પર રાખવાના આદેશ
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
