તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
રાજકોટ-મોરબી હાઇવે પર બે કાર અથડાયા બાદ ગોથા ખાઇ ગઇઃ ભારે નુકસાનઃ બે લોકોને ઇજા
બંને કારમાં ચાર-ચાર લોકો બેઠા હતાં: કાર રાજકોટથી મોરબી તરફ જતી હતીઃ લોકોના ટોળાઃ પોલીસ પણ પહોંચી

રાજકોટઃ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. રાજકોટ-મોરબી હાઇવે પર મારવાડી કોલેજથી આગળ વિક્ટરીસ કાર નં. જીજે૦૩પીઆર-૬૫૧૫ અને સ્વીફટ કાર જીજે૩૬એલ-૨૭૮૬ વચ્ચે અકસ્માત સર્જાતા બંને કાર ગોથા મારી ગઇ હતી અને ભારે નુકસાની થઇ હતી. બંને કારમાં ચાર ચાર લોકો બેઠા હતાં.
જેમાંથી બે લોકોને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સદ્દનસિબે મોટી જાનહાની ટળી હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢયા હતાં. પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. રાજકોટ તરફથી આ બંને કાર મોરબી તરફ જઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ એક કારમાં નવઘણભાઇ સહિતના લોકો અને બીજી કારમાં પ્રીયાંશુભાઇ, વિરલભાઇ, ધૈર્યભાઇ અને દિવ્યભાઇ હતાં. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:51 PM IST)










