News of Tuesday, 12th May 2026
કચ્છના ઝુરા ગામે એરંડાનો ચારો ખાતાં ૧૪ ગાયોના મોત
ઓધવ હરિ ગૌશાળાની ૧૦ અને ખાનગી માલિકીની ૪ ગાયો માટે ચારો બન્યો ઝેર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઝુરા ગામે ચારો ખાધા બાદ ૧૪ ગૌમાતાઓના મોત નીપજવાના બનાવે અરેરાટી સર્જી છે. મળતી વિગતો મુજબ ઝુરા ગામની ઓધવ હરિ પાંજરાપોળની ૧ હજાર જેટલી ગાયો નિયમિત ક્રમ મુજબ ગામની સીમ માં ચરિયાણ માટે ગઈ હતી. ઘાસચારાની અછત વચ્ચે એરંડાના ખેતરમાં ચરવા ઘૂસેલી ગાયોએ એરંડાનું ચરિયાણ કર્યું હતું. તે ખાધા બાદ ૩૦ ગાયોને ઝેરી અસર થઈ હતી. જે પૈકી ગૌશાળાની ૧૦ અને ખાનગી માલિકીની ૪ ગાયોના કરૂણ મોત નિપજ્યા હતા. આ બનાવ બાદ પશુપાલન ખાતાની ટીમ વધુ તપાસ અર્થે ઝુરા ગામે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
