તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 12th May 2026
રિયલ એસ્ટેટ ક્ષેત્રે યુગાન્ડામાં ઇતિહાસ રચાયો:ભારતીય મૂળના ડૉ. સુધીર રૂપારેલિયાને 'રિસ્પોન્સિબલ ઈન્વેસ્ટમેન્ટ ગ્લોબલ એવોર્ડ'થી સન્માનિત કરાયા
ડૉ. રૂપારેલિયાનું યોગદાન માત્ર મકાનો બનાવવા પૂરતું સીમિત નથી. તેમણે શિક્ષણ, કૃષિ અને આતિથ્ય (હોસ્પિટાલિટી) ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી છે. કબીરા કન્ટ્રી હોટેલ અને કોમનવેલ્થ સ્પીક રિસોર્ટ જેવી વૈભવી મિલકતો તેમના પોર્ટફોલિયોની શોભા વધારી

રિયલ એસ્ટેટ ક્ષેત્રે યુગાન્ડામાં એક નવો ઈતિહાસ રચાયો છે. મૂળ ભારતીય અને યુગાન્ડાના સૌથી ધનવાન બિઝનેસમેન ડૉ. સુધીર રૂપારેલિયાને પબ્લિક ઓપિનિયન્સ તરફથી પ્રતિષ્ઠિત 'રિસ્પોન્સિબલ ઈન્વેસ્ટમેન્ટ ગ્લોબલ એવોર્ડ 2025-2026' થી સન્માનિત કરાયા છે,તેમને 'યુગાન્ડા પ્રોપર્ટી ડેવલપમેન્ટ ચેમ્પિયન' જાહેર કરવામાં આવ્યા છે, જે સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે.
ડૉ. સુધીર રૂપારેલિયાની સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. 1970ના દાયકામાં ઇદી અમીનના શાસન દરમિયાન તેમના પરિવારે શરણાર્થી તરીકે યુકે જવું પડ્યું હતું. જોકે, 1980ના દાયકામાં સ્થિરતા આવતા તેઓ ફરી યુગાન્ડા પરત ફર્યા અને શૂન્યમાંથી સર્જન કરી આજે અબજો ડોલરનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. તેમની આ સફર દરેક ઉદ્યોગસાહસિક માટે પ્રેરણારૂપ છે.
ડૉ. રૂપારેલિયાનું યોગદાન માત્ર મકાનો બનાવવા પૂરતું સીમિત નથી. તેમણે શિક્ષણ, કૃષિ અને આતિથ્ય (હોસ્પિટાલિટી) ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી છે. કબીરા કન્ટ્રી હોટેલ અને કોમનવેલ્થ સ્પીક રિસોર્ટ જેવી વૈભવી મિલકતો તેમના પોર્ટફોલિયોની શોભા વધારે છે. તેમના રોકાણોએ હજારો લોકોને રોજગારી આપી છે અને યુગાન્ડાના અર્થતંત્રને નવી ઊંચાઈ આપી છે.
આ એવોર્ડની સાથે ડૉ. રૂપારેલિયાને 'યુગાન્ડા ડેવલપમેન્ટ ચેમ્પિયન્સ હોલ ઓફ ફેમ 2026' માં સ્થાન મળ્યું છે. તેઓ યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી કાગુટા મુસેવેની અને અન્ય ટોચના સરકારી અધિકારીઓના પ્રતિષ્ઠિત જૂથમાં સામેલ થયા છે. આ સન્માન દર્શાવે છે કે યુગાન્ડાના 'વિઝન 2040' અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવામાં તેમનો ફાળો અત્યંત મહત્વનો છે.
વર્તમાન સમયમાં યુગાન્ડાનું પ્રોપર્ટી માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ડૉ. રૂપારેલિયાના નેતૃત્વમાં ટકાઉ બાંધકામ અને 'પ્રોપટેક' (ડિજિટલાઇઝેશન) જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ વધી રહ્યો છે. ઓઈલ સેક્ટરના વિકાસને કારણે ઔદ્યોગિક પ્રોપર્ટીની માંગ પણ વધી છે, જેમાં તેમના વિઝનરી પ્રોજેક્ટ્સ પાયાનો પથ્થર સાબિત થઈ રહ્યા છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
