તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 12th May 2026
કચ્છમાં ડ્રગ્સનો દરિયોઃ ખુડા ગામ પાસેથી ૫ કરોડના ચરસના વધુ ૧૦ પેકેટ બિનવારસુ મળ્યા : સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર યથાવત
અગાઉના જથ્થા સાથે કનેક્શનની તપાસ શરૂઃ કોસ્ટ ગાર્ડ, BSF, SOG સહિતની એજન્સીઓ દ્વારા દરિયાકાંઠે પેટ્રોલિંગ વધુ સઘન બનાવાયુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૨: ફરી એકવાર કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ૧૦ પેકેટ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અંદાજિત ૫ કરોડની કિંમતનો ચરસનો આ જથ્થો અબડાસા તાલુકાના ખુડા ગામના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા એજન્સીઓને દરિયા કાંઠે શંકાસ્પદ પેકેટ નજરે પડ્યા હતા. તપાસ કરતા તેમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત અંદાજે ૫ કરોડ આંકવામાં આવી રહી છે.
ડ્રગ્સનો આ જથ્થો અગાઉ ઝડપાયેલા અન્ય બિનવારસુ ડ્રગ્સના જથ્થાનો ભાગ છે કે નહીં એ અંગેની વધુ તપાસ સુરક્ષા એજન્સીઓએ હાથ ધરી છે. જોકે, સતત ઝડપાતો ડ્રગ્સનો જથ્થો એ દર્શાવે છે કે વાયા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ માર્ગે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયાકાંઠેથી અવારનવાર બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. જેને લઈને કોસ્ટ ગાર્ડ, BSF, SOG સહિતની એજન્સીઓ દ્વારા દરિયાકાંઠે પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
