તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 12th May 2026
પીએમ મોદીની ગુજરાતની વિઝિટના ૭૦ લાખ ફોલોઅર્સ બન્યા સાક્ષી !
બંગાળ વિજય પછી ગુજરાતમાં વડાપ્રધાનની લોકચાહનાનો પરચો : સોમનાથ દાદાના દ્વારેઃ ૨૪ લાખ વ્યૂ સાથે મોદીની એન્ટ્રી સોશિયલ મીડિયા સેન્સેશન બની

નવી દિલ્હી,તા.૧૨: બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ PM મોદીની લોકચાહનામાં વધુ વધારો જોવા મળી રહ્યો છે. દેશ જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ મોદીનું વ્યક્તિત્વ અને રાજકીય પ્રભાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બંગાળ વિજય બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા મોદીની ૨૪ કલાકની મુલાકાત રાજકીય રીતે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં રહી હતી. જામનગર, સોમનાથ અને વડોદરામાં મોદીની દરેક ક્ષણ ૭૦ લાખ ફોલોઅર્સે નિહાળી હતી.
વડાપ્રધાન મોદી ગઈકાલે મોડી રાત્રે હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા હતા. ત્યાંથી આજે સવારે તેઓ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. સોમનાથમાં મંદિર પરિસરમાં આગમન અને ભક્તિભાવથી કરેલા પૂજનના દ્રશ્યો મીડિયામાં ભારે વાયરલ બન્યા હતા. ખાસ કરીને સોમનાથ મંદિર ખાતેના મોદીના ફોટોને સૌથી વધુ પ્રતિસાદ મળ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અંદાજે ૧૪ લાખથી વધુ ફોલોઅર્સે આ તસવીરને પસંદ કરી હતી.
સોમનાથ બાદ મોદીએ જનસભાને સંબોધી હતી તેમજ રોડ-શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ, મોદી કર્મભૂમિ વડોદરામાં પધાર્યા હતા. સરદારધામ-૩ના ઉદ્દઘાટન પ્રસંગે આયોજિત સભા અને બાદમાં રોડ-શોમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. મોદીના સોશિયલ મીડિયામાં વિવિધ પ્લેટફોર્મ્સ પર ૭૦ લાખથી વધુ ફોલોઅર્સે મુલાકાતની દરેક પળ પર બાજ નજર રાખી હતી.
સોમનાથ મંદિરમાં મોદીની એન્ટ્રીના ફોટા-વીડિયોને સૌથી વધુ ૧૪ લાખ વ્યૂ મળ્યાં હતાં. લાખો ફોલોઅર્સ મોદીના ફોટો, વીડિયો અને લાઈવ અપડેટ્સને અનુસર્યા હતા.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
