News of Tuesday, 12th May 2026
ત્રિકોણ બાગ પાસે એસટી બસની ઠોકરે વૃધ્ધનું મોત
ભરતભાઇ કામદાર નામના વૃધ્ધે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૨: શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ત્રિકોણ બાગ સિટી બસ સ્ટેન્ડ પાસે એક વૃધ્ધ એસટી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગઇકાલે બપોરે ત્રિકોણ બાગ નજીક સીટી બસ સ્ટોપ પાસે એક વૃધ્ધ બસની ઠોકરે ચડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસ તપાસમાં આ વૃધ્ધનું નામ ભરતભાઇ પ્રિતમલાલ કામદાર (ઉ.વ.૬૫) હોવાનું ખુલ્યું હતું. તેમને સારવાર માટે ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ સાંજે મોત થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:50 PM IST)










