તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ઈરાકના રણમાં ઈઝરાયેલનું ‘ભૂતિયા’ ઓપરેશન: પોતાની જ ધરતી પર ઈઝરાયેલી સૈન્ય અડ્ડાથી બેખબર હતું ઈરાક
રેતીના ઢુવાઓ વચ્ચે ખતરનાક ખેલ: ઈરાકના રણમાં ઈઝરાયેલી કમાન્ડોઝે કેવી રીતે બનાવ્યો ગુપ્ત અડ્ડો? સદ્દામ હુસૈનના રડાર પણ ફેલ:જાણો ‘ઓપરેશન બ્રામ્બલ બુશ’ પાછળનું રહસ્ય અને તે પછી સર્જાયેલી ખળભળાટ મચાવતી ઘટના

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય જાસૂસી અને સૈન્ય ઇતિહાસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઈરાકની ધરતી પર, તેના પશ્ચિમ રણ વિસ્તારમાં ઈઝરાયેલની સ્પેશિયલ ફોર્સ (Sayeret Matkal) એ એક કામચલાઉ પણ અત્યંત હાઈ-ટેક સૈન્ય અડ્ડો ઊભો કરી દીધો હતો. નવાઈની વાત એ હતી કે ઈરાકી સેના કે સદ્દામ હુસૈનની જાસૂસી સંસ્થાઓને આ અંગે લાંબા સમય સુધી કોઈ જાણકારી જ નહોતી.
ઈરાકના પશ્ચિમી રણના એક નિર્જન વિસ્તારમાં એક સ્થાનિક ભરવાડે હેલિકોપ્ટરોની નીચી ઉડાન અને અસામાન્ય સૈન્ય હિલચાલ જોઈ હતી. તેને અંદાજ પણ નહોતો કે, તે દુનિયાના સૌથી ખતરનાક ગુપ્ત મિશનમાંથી એકનો સાક્ષી બની રહ્યો છે. જ્યારે ઈરાકી સેના આ વિસ્તારની તપાસ કરવા પહોંચી, ત્યારે ઈઝરાયલે પોતાનો બેઝ બચાવવા માટે ઈરાકી સૈનિકો પર હવાઈ હુમલો કર્યો, જેમાં એક સૈનિકનું મોત થયું હતું.
તેલ અવીવથી ઈરાનનું અંતર લગભગ 1,000 માઇલ છે. આટલા લાંબા અંતરે સતત હવાઈ હુમલા કરવા પડકારજનક હતા. આ અંતર ઘટાડવા માટે ઈરાકનો આ ગુપ્ત બેઝ અત્યંત મહત્ત્વનો સાબિત થયો હતો. આ અડ્ડો ઈઝરાયલી વાયુસેના માટે ઇંધણ અને અન્ય પુરવઠા માટેના કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું. જો દુશ્મન ક્ષેત્રમાં કોઈ ઈઝરાયલી પાયલટનું વિમાન તોડી પાડવામાં આવે, તો અહીં તૈનાત સ્પેશિયલ ફોર્સ તાત્કાલિક બચાવ કામગીરી કરી શકે તે માટે આ બેઝ બનાવાયો હતો.
આ ઘટના બાદ ઈરાકે સંયુક્ત રાષ્ટ્ર(UN)માં અમેરિકા વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. જોકે, અમેરિકાએ આ હુમલામાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે. ઈરાકના લેફ્ટનન્ટ જનરલ કૈસ અલ-મુહમ્મદાવીએ જણાવ્યું હતું કે, "આ ઓપરેશન કોઈ પણ પ્રકારના સંકલન વગર કરવામાં આવ્યું હતું. પુરાવાઓ સૂચવે છે કે જમીન પર ઈઝરાયલી સ્પેશિયલ ફોર્સ હાજર હતી, જેમને હવાઈ સુરક્ષા મળી રહી હતી."
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
