તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી.
181 અભયમ ટીમ દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મળાવતા પરિવારજનોએ ટીમનો હદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :181 મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન આવેલ કે એક અજાણી મહિલા ઘણા સમય થી એકલા બેઠા હોય અને પૂછપરછ કરતા સરખા જવાબ આપતા ના હોય તાત્કાલિક મદદ માટે 181 ટીમની જરૂર છે.
માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન , મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન તથા પાયલોટ રબારી વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જાગૃત નાગરિક જણાવેલ કે આ મહિલા લાંબા સમયથી એકલા બેઠા હોય તેમને પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ કશું જણાવતા ના હોય ત્યારબાદ સૌપ્રથમ મહિલા ને ટીમ દ્વારા સાંત્વના આપી સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો બાદ તેમના પરિવારનો સંપર્ક થતાં ટીમ ત્યાં પહોંચી તેમના પરિવારજનોને પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવેલ કે મહિલા માનસિક અસ્વસ્થ છે ઘરેથી કોઈને જાણ કર્યા વગર અચાનક નીકળી ગયા હતા પરિવારજનોએ મહિલાની શોધખોળ માટે આસપાસના વિસ્તારોમાં તેમજ ઘણા લોકોને પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં જેના કારણે તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા પરિવારને યોગ્ય સલાહ સુચન માર્ગદર્શન આપી મહિલાની યોગ્ય કાળજી રાખવા અને તબીબી સારવાર કરાવવાની સલાહ આપવામાં આવેલ.
આમ 181 અભયમ ટીમ દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મળાવતા પરિવારજનોએ ટીમનો હદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
