<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

શ્રી દ્વારકાધીશ ભગવાનની પ્રતિમા અને શાલ અર્પણ કરીને નરેન્‍દ્રભાઇનુ પૂનમબેન માડમનાં હસ્‍તે સન્‍માન

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદી ના દુરંદેશી નેતળત્‍વમાં પશ્‍ચિમ બંગાળ સહિતના રાજ્‍યોમાં ભાજપનો વિજય ધ્‍વજ ફરકયો છે અને જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સ્‍થાનીક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં તેમની લોકપ્રિયતાથી અવિરત વધતો જનાદેશ ભારતની ભવ્‍યતાનું પુનઃસ્‍થાપન દર્શાવે છે.

સોમનાથ સ્‍વાભિમાન પર્વના અમળત મહોત્‍સવમાં જવા પૂર્વે આજરોજ જામનગર પધારેલા  નરેન્‍દ્રભાઇના સન્‍માનમાં યોજાયેલા જાજરમાન અભિવાદન સમારોહમાં નગરજનોનો ઉમળકો અને તેમનું આત્‍મીય સંબોધન સમગ્ર નગર માટે ઉત્‍સવ સમાન રહ્યું.

આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ભગવાન દ્વારકાધીશ ની પ્રતિમા અને સાલ ઓઢાડી ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું અદકેરુ સ્‍વાગત કર્યું હતુ.

(1:10 PM IST)