તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
વ્હાઈટ આર્મીઃદર્દને હરાવવા રાત-દિવસ તૈનાત
તબીબ અને દર્દી વચ્ચેનો મજબૂત બ્રિજ બની ફરજ બજાવતા ફલોરેન્સ નાઈટિગેલના વારસદારો

સુરત,તા.૧૨: આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ દર વર્ષે ૧૨ મે ના રોજ 'લેડી વિથ ધ લેમ્પ' તરીકે ઓળખાતા ફલોરેન્સ નાઇટિગેલની જન્મજયંતશ્વ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસ સમાજમાં નર્સોના અમૂલ્ય યોગદાન, તેમની સેવા, સમર્પણ અને દર્દીઓની સંભાળ માટે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતો નર્સિગ સ્ટાફ પોતાની અંગત જીવન, પરિવાર, જરૂરિયાતો કે તહેવારોની પરવા કર્યા વગર ૅસેવા પરમો ધર્મૅના સૂત્રને સાર્થક કરી રહ્યા છે.
તારીખ ૧૨મી મે એટલે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ હોસ્પિટલના સફેદ એપ્રન અને માથે પહેરેલી કેપ માત્ર ગણવેશ નથી, પરંતુ તે સેવા, સમર્પણ અને પવિત્રતાનું પ્રતીક છે. મજુરાગેટ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા નર્સંગ સ્ટાફ દર્દીઓ અને તબીબો વચ્ચેની એક અતૂટ બિજ સમાન છે. નર્સિગ સ્ટાફ હર હંમેશ તબીબ સાથે ખભાથી ખભો મીલાવી દર્દીની સારવાર અને ઓપરેશન સહિતની કામગીરી કરે છે. નર્સિગ સ્ટાફ પારિવારિક જીવન અને નર્સિગની ફરજ વચ્ચે સંતુલન સાધી નર્સ તરીકેની કામગીરીને નિભાવે છે.
દર્દી માટે માત્ર દવા નહીં લાગણીસભર વર્તન પણ જરૂરી
સાજીદાબેન ચાંદ જણાવે છે કે, ટ્રોમા સેન્ટરમાં હેડ નર્સ તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવું છે, દર્દીઓ માટે માત્ર દવા જ નહીં, પણ લાગણીસભર વર્તન પણ જરૂરી છે. જેથી દર્દીને ઝડપથી સાજો કરી શકાય છે. ટ્રોમા સેન્ટરમાં આવતા યુવાનોના મોતના કિસ્સામાં ભાંગી પડેલા વાલીઓને સંભાળવા તે સૌથી અઘરું કામ હોય છે, જે અમારી ટીમ ખૂબ જ સંવેદનશીલતાથી કરે છે. ટ્રોમા સેન્ટરમાં દરેક ક્ષણ કસોટીની હોય છે. અકસ્માત, આપઘાતનો પ્રયાસ કે દાઝેલા જેવી અન્ય ગંભીર સ્થિતિમાં દર્દીઓ આવતા હોય છે. ઘણીવાર ફેક્ટરીઓમાં આગ લાગવી કે બસ પલટી જવા જેવી માસ ઈમરજન્સીની ઘટનાઓ તબીબની સાથે સાથે નર્સિગ સ્ટાફની જવાબદારી પણ અગત્યની હોય છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
