<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

મિલ્‍કત વેરા વળતર યોજનામાં ૧ર૪.૧૮ કરોડની આવક

ર.ર લાખ કરદાતાઓએ ૧૪.૮૭ કરોડનું ડિસ્‍કાઉન્‍ટ મેળવ્‍યુઃ ૧.પર કરદાતાઓએ ઓનલાઇનથી ૮૯.૯૮ કરોડ વેરો ભર્યો

રાજકોટ, તા. ૧રઃ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ મિલ્‍કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા. ૦૭ ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તા.૧૨ સુધીનાના રોજ કુલ ૨,૦૨,૦૭૮ કરદાતા દ્વારા રૂ. ૧૨૪.૧૮ કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ ૧,૫૨,૨૮૫ કરદાતા દ્રારા ઓનલાઇન રૂ. ૮૯.૯૮ રોડ તથા ૪૯,૭૯૩  કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી રૂ. ૩૩.૧૮ કરોડ આવક થયેલ છે. ગત વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તા.૧૨ સુધી રૂ.૧૧૧.૩૪ કરોડ જેટલી વસુલાત થઈ હતી જેની સરખામણીમાં હાલ વર્ષ ૨૦૨૬-૨૭માં તા.૧૨ સુધી રૂ.૧૨૪.૧૮ કરોડ જેટલી વસુલાત થઈ, આથી કુલ રૂ.૧૨.૮૪ કરોડ જેટલો વધારો થયેલ છે. કુલ વેરામાં રૂ.૧૪.૮૭ કરોડ જેટલી રકમ નું ડિસ્‍કાઉન્‍ટ એડવાન્‍સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.

આ ડિસ્‍કાઉન્‍ટ યોજના હેઠળ ૩૧ સુધી સામાન્‍ય કરદાતાઓને ૧૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ અને મહિલાઓ માટે ૧૫ ટકા ડિસ્‍કાઉન્‍ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્‍યાબાદ ૧ જુન ૨૦૨૬ થી ૩૦ જુન ૨૦૨૬ સુધી મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ અને સામાન્‍ય કરદાતા માટે ૫ ટકા ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે.જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા નમ્ર અરજ કરવામાં આવે છે.

(3:54 PM IST)