<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

તારી ક્ષમતા પર શંકા ન કર ધોનીના આ શબ્‍દોએ ઉર્વિલનું નસીબ બદલ્‍યું

માહીની ગુરુમંત્ર જેવી સલાહ કામે લાગીઃ ઉર્વિલ પટેલે ફટકારી કરિયરની પ્રથમ આક્રમક આઇપીએલ ફિફટી

નવી દિલ્‍હીઃ ચેન્નાઇના મહેસાણાના યુવા બેટર ઉર્વિલ પટેલે મેદાન પર ધમાકેદાર પ્રદર્શન કરીને સૌના દિલ જીતી લીધા છે. શરૂઆતની મેચોમાં નિષ્‍ફળ ગયા બાદ, ‘કેપ્‍ટન કૂલ' મહેન્‍દ્ર સિહ ધોનીની એક નાનકડી પણ સચોટ સલાહે ઉર્વિલની રમતની કાયાપલટ કરી નાખી છે. લખનઉ સામેની મેચમાં ઉર્વિલે માત્ર ૧૩ બોલમાં ૫૦ રન ફટકારીને આ સીઝનની યાદગાર ઇનિગ રમી હતી. સીઝનની પ્રથમ ત્રણ મેચોમાં ઉર્વિલ માત્ર ૪, ૨૪ અને ૧૭ રન બનાવીને આઉટ થયો હતો. સતત વહેલા આઉટ થવાને કારણે તે દબાણમાં હતો. આ અંગે ઉર્વિલે ખુલાસો કર્યો કે, જ્‍યારે હું વહેલો આઉટ થઈ રહ્યો હતો, ત્‍યારે મેં ડ્રેસિગ રૂમમાં માહીભાઈ સાથે વાત કરી. મેં તેમને પૂછ્‍યું કે મારે સારી શરૂઆત માટે શું કરવું જોઈએ? ત્‍યારે ધોનીએ કહ્યું હતું કે, મને તારી કુશળતામાં કોઈ શંકા નથી. તારા મનમાં ગમે તે શંકા હોય તો તેને કાઢી નાખ, બસ સ્‍પષ્ટ રહે અને યોગ્‍ય બોલ પર યોગ્‍ય શોટ મારવાનો પ્રયાસ કર

 

(3:51 PM IST)