<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

સૌરાષ્‍ટ્રમાં આકરો તાપઃ કચ્‍છમાં ૪પ.૪ ડીગ્રી.

ધોમધખતા તાપથી બપોરે રસ્‍તાઓ સુમસામઃ જનજીવન પ્રભાવિત

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. કચ્‍છમાં ૪પ.૪ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :.. કચ્‍છમાં અગનવર્ષાએ જનજીવનને બાનમાં લીધું છે. પારો ૪૫ ડિગ્રી પાર કરી ગયો છે અને ચોતરફ ધગધગતો તાપ વર્તાઈ રહ્યો છે. પૂર્વ કચ્‍છમાં અંજાર, ગાંધીધામ અને કંડલા એરપોર્ટનો ઉષ્‍ણતામાનનો આંકડો સતત ત્રણ દિવસથી ૪૫ ડિગ્રીને પાર કરી ગયો છે. મહત્તમ તાપમાનનો પારો રેકોર્ડ ૪૫.૪ ડિગ્રી નોંધાયો છે.

ભુજ સહિત પヘમિ કચ્‍છમાં ગરમીનો પારો ૪ર ડીગ્રી દર્શાવે છે. પરંતુ વાસ્‍તવિક અનુભવ તેનાથી વધુ ગરમીનો થઇ રહ્યો છે. બપોરના સમયે આકરી લૂ સાથે સખ્‍ત ગરમીનો અનુભવ થતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

એકંદરે સમગ્ર કચ્‍છમાં ગરમીનું પ્રમાણ વધતા જનજીવન પર વ્‍યાપક અસર પડી છે. બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ જોવા મળે છે અને બજારોમાં પણ ચહલપહલ ઘટી છે. હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ માટે કચ્‍છમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. ગરમીના પ્રકોપ અને આકરા તાપ વચ્‍ચે લોકોએ સાવચેતી રાખવી જરૂરી બન્‍યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૬.પ લઘુતમ ર૬ ડીગ્રી ભેજ ૭૮ ટકા અને પવનની ઝડપ ૧૪.૬ કી. મી. પ્રતિ કલાક રહી હતી.

(12:03 PM IST)