તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
હિમંતા બિસ્વા બીજીવાર બન્યા આસામના મુખ્યમંત્રીઃ ૪ મંત્રીઓએ પણ લીધા શપથ
ગુવાહાટીમાં પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો

નવી દિલ્હી, તા.૧૨: અસમમાં ભારતીય જનતા પાર્ટીની નેતળત્વ વાળી એનડીએ સરકારે ત્રીજા વાર સત્તા સંભાળી લીધી છે. ગુવાહાટીમાં યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં હિમંતા બિસ્વા સરમાએ સતત બીજીવાર મુખ્યમંત્રી પદે શપથ લીધા છે. અસમ સરકારે આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગળહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના બીજેપી શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી પણ સામેલ હતા. આ ઉપરાંત ભારતમાં તહેનાત અમેરિકન રાજદૂત સર્જિયો ગોર પણ આ ભવ્ય સમારોહમાં સામેલ થયા હતા.
હિમંતા બિસ્વા સરમા સાથે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચંદન બ્રહ્મા અને અજંતા નિયોગે પણ મંત્રી પદના શપથ લીધા હતા. સીએમ હિમંતાએ સોમવારે સાંજે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નવી સરકારમાં સામેલ થનાર મંત્રીઓના નામની જાહેરાત કરી દીધી હતી.
બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કહ્યું, અસમની જનતાને હું શુભેચ્છાઓ પાઠવું છું. બંગાળ ચૂંટણીમાં પીએમ મોદીના નેતળત્વમાં ભાજપની મોટી જીત થઈ છે. આગામી દિવસોમાં ઓડિશા, બિહાર, અસમ, ત્રિપુરા, સિક્કિમમાં પીએમ મોદીનું જે સપનું છે પૂર્વોદયનો વિકાસ તેના માટે કામ કરશે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
