તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી :પૂર્વ મંત્રી સુજીત બોસની ધરપકડ
૧૫૦ અયોગ્ય ઉમેદવારોને નોકરી અપાવવા માટે લાંચ અને મિલકતો મેળવવાનો આરોપ: ઓએમઆર શીટમાં ચેડાં અને મિલીભગતથી ચાલતા આ રેકેટમાં હવે મોટા માથાઓ સકંજામાં

પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજ્યના પૂર્વ મંત્રી સુજીત બોસની કલાકોની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન તેમની સામે પૂરતા પુરાવાઓ મળ્યા હતા, જેના આધારે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ED ના દાવા મુજબ, સુજીત બોસે સાઉથ દમદમ નગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી માટે અંદાજે 150 ઉમેદવારોની ગેરકાયદે ભલામણ કરી હતી. આ ભલામણોના બદલામાં તેમણે મોટો આર્થિક લાભ મેળવ્યો હોવાના પુરાવા મળ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે કૌભાંડના પૈસાથી અનેક મિલકતો ખરીદવામાં આવી હતી, જેને ED એ 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' તરીકે ચિહ્નિત કરી છે. આ અગાઉ 10 ઓક્ટોબર 2025 ના રોજ તેમના નિવાસસ્થાને દરોડા દરમિયાન 45 લાખ રોકડ પણ મળી આવી હતી.
આ કૌભાંડ માત્ર શિક્ષકોની ભરતી પૂરતું સીમિત નથી, પરંતુ રાજ્યની અનેક નગરપાલિકાઓ સુધી ફેલાયેલું છે. ક્લર્ક, ડ્રાઈવર અને હેલ્પર જેવા પદો માટે ઓએમઆર શીટમાં ચેડાં કરીને અયોગ્ય ઉમેદવારોને નોકરી આપવામાં આવી હતી. આ આખું રેકેટ ABS ઇન્ફોઝોન નામની કંપની અને તેના ડાયરેક્ટર અયાન સીલ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
