તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
જેકલીન ફર્નાડિસને EDનો આંચકોઃ રૂ.૨૦૦ કરોડની ઠગાઈમાં ગણાવી ભાગીદાર
મની લોન્ડ્રિંગ કેસમાં એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધીઃ સુકેશના ગુનાહિત નાણાંથી જેકલીને ફાયદો મેળવ્યો અને તપાસ દરમિયાન સંપૂર્ણ સત્ય છુપાવ્યું હોવાનો ED નો આરોપ : સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઈતિહાસની જાણ હોવા છતાં જેકલીને તેની પાસેથી મોંઘી ગિફટ લીધી હતીઃ ઈડી

નવી દિલ્હી,તા.૧૨: ED એ સોમવારે એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની એ અરજીનો વિરોધ કર્યો, જેમાં તેમણે કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગના મામલામાં સાક્ષી બનાવવાની માગણી કરી હતી. જેક્લીને ગત મહિને કોર્ટમાં એક અરજી દાખલ કરીને આ મામલામાં સરકારી સાક્ષી બનવાની માગણી કરી હતી. જેમાં ચંદ્રશેખર મુખ્ય આરોપી છે.
જેકલીન ફર્નાંડિસ પર ચંદ્રશેખર પાસેથી મોંઘી ગિફટ લેવાનો આરોપ છે, જેની સાથે તેમના કથિતપણે સંબંધ હતા. પટિયાલા હાઉસ કોર્ટના સેશન જજ પ્રશાંત શર્મા એ ફર્નાંડિસને ઈડીના વાંધાઓ પર પોતાનો જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો અને મામલાની આગામી સુનાવણી ૧૨ મેના રોજ રાખવામાં આવી છે. ઈડીએ તેમની અરજીનો વિરોધ કરતા તર્ક આપ્યો કે જેકલીને મામલામાં મામૂલી ભાગીદાર માની શકાય નહીં, કારણ કે તે ગુના અને કથિત મની લોન્ડ્રિંગ ઓપરેશનમાં ભાગીદાર હતી.
એજન્સી પ્રમાણે, જેકલીનને ચંદ્રશેખરની ક્રાઈમ હિસ્ટ્રીની જાણકારી હોવા છતાં, તે સતત તેના સંપર્કમાં રહી. ઈડીએ કહ્યું કે જેકલીનને સાક્ષીનો દરજ્જો આપવો ન્યાયનું ઉલ્લંઘન હશે અને અપરાધની ગંભીરતાને ઘટાડી દેશે. ઈડીએ એ પણ આરોપ લગાવ્યો કે ચંદ્રશેખરે ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી કમાયેલા નાણાંનો ઉપયોગ કરીને જેકલીન માટે મોંઘી ગિફટ અને બાકી ચીજોની વ્યવસ્થા કરી હતી.
ઈડીએ કહ્યું કે એક્ટ્રેસ સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઈતિહાસને સારી રીતે જાણતી હતી. તેની સાચી ઓળખ અને સારી જાણકારી હોવા છતાં, તેમણે સુકેશ સાથે સંબંધો જાળવી રાખ્યા અને બાકી ફાયદો લેવાનો ઓપ્શન પસંદ કર્યો, જેનાથી જાણીજોઈને કરવામાં આવેલા કર્યો સંદર્ભે જાણકારી મળે છે. માટે તેનો પીડિત હોવાનો દાવો સેલ્ફિશ છે અને રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાથી અલગ પણ છે.
એજન્સીએ કોર્ટને એ પણ જણાવ્યું કે જેકલીને તપાસ દરમિયાન સંપૂર્ણ પ્રકારે સહયોગ કર્યો નથી અને કથિતપણે પીએમએલએ (PMLA) હેઠળ નોંધવામાં આવેલા પાંચ નિવેદનોમાં સંપૂર્ણ અને સાચી જાણકારી આપવામાં નિષ્ફળ રહી.
ચંદ્રશેખર પર વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે કથિતપણે જોડાયેલા એક સકરારી અધિકારી બનીને અદિતિસિહ સાથે આઠ માસમાં લગભગ ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિડી કરવાનો આરોપ છે. ઈડીએ શરૂઆતમાં ૨૦૨૧માં આઠ આરોપીઓની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જેકલીનનું નામ સામેલ ન હતું.
જો કે ઓગસ્ટ, ૨૦૨૨માં એજન્સીએ એક્ટ્રેસને પણ આરોપી તરીકે સામેલ કરી લીધી. જેકલીને કહ્યું છે કે તે પાંચ વાર ઈડીની સામે રજૂ થઈ અને પીએમએલએ (PMLA) ની કલમ-૫૦ હેઠળ પોતાનું નિવેદન નોંધાવ્યું. ગત વર્ષ દિલ્હી હાઈકોર્ટે જેકલીન ફર્નાંડિસની અરજી પણ નામંજૂર કરી દીધી હતી.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
