<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

માંગરોળમાં બિમારીની વધુ દવા પી લેતાં કોલેજીયન યુવતિ નંદનીનું મૃત્‍યુ

રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા.૭: માંગરોળમાં રહેતી અને કોલેજમાં અભ્‍યાસ કરતી યુવતિ પોતાની બિમારીની વધુ પડતી દવા પી જતાં તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. અહિ તેણીનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ માંગરોળમાં શાપુર રોડ પર ન્‍યુ પ્‍લોટ એરીયામાં રહેતી નંદનીબેન પરષોત્તમભાઇ યાદવ (ઉ.વ.૨૦) નામની યુવતિ ગત ૪/૫ના રોજ સાંજે આઠેક વાગ્‍યે ઘરે પોતાની બિમારીની દવા ચાલુ હોઇ તે વધુ પડતી પી જતાં તબીયત બગડતાં માંગરોળ  અને ત્‍યાંથી જુનાગઢ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. વધુ સારવાર માટે ૭મીએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં રીફર કરવામાં આવી હતી. અહિ આજે વહેલી સવારે તેણીનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માંગરોળ પોલીસને જાણ કરી હતી.નંદનીબેન એક ભાઇ અને ચાર બહેનમાં ત્રીજી હતી અને કોલેજમાં ભણતી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. નંદનીનને બિમારી હોઇ તેની દવા ચાલુ હોઇ તે વધુ પી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. યુવાન દિકરીના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:34 AM IST)