News of Wednesday, 13th May 2026
ભાવનગરના ગુંદી ગામે પોલીસ પર હુમલા મામલે ઘોઘા પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો
ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન' : 20 શખ્સોને ડિટેઇન કરી કાયદેસરની તપાસ શરૂ કરી

ભાવનગરના ગુંદી ગામે પોલીસ પર થયેલા હુમલાના કેસમાં ઘોઘા પોલીસે 10 શખ્સો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન' હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડ્રોન અને બોડી વોર્ન કેમેરાની મદદથી ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. હાલ પોલીસે આ મામલે 20 શખ્સોને ડિટેઇન કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે, જેનાથી હુમલાખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
