News of Tuesday, 12th May 2026
શ્રી સોમનાથ મહાદેવના દર્શને રામભાઇ મોકરીયા

રાજકોટ, તા.,૧ર : ભારતની આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ મહાદેવ મંદિરના નવનિર્માણને ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ દાદાના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. તેમણે ધ્વજા પૂજનમાં સહભાગી થઈ ભગવાન સોમનાથને દેશની સુખ-શાંતિ, સમળદ્ધિ અને અખંડતા માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને દીર્ઘદ્રષ્ટિથી ૧૯૫૧માં થયેલા સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ પાવન અવસરે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ‘જીર્ણોદ્ધાર ૭૫ વર્ષ મહોત્સવ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સાંસદ રામભાઈ મોકરિયાએ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને કાર્યક્રમના આયોજકોને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને દેશવાસીઓને સોમનાથ દર્શન માટે પધારવા આમંત્રણ આપ્યું હતું.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
