તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ગુજરાતની વિવિધ જેલોમાં ૭૭.૬૮% હિન્દુઃ ૨૦.૭૭% મુસ્લિમ કેદી
કેદીઓમાં શીખ ૦.૬૯%, ખ્રિસ્તી ૦.૭૨%, અન્ય ૦.૧૧% : દોષિત કેદીમાં એસસી ૬૫૬, એસટી ૭૭૬, ઓબીસી ૨૧૮૦, અન્ય ૧૬૧૯

અમદાવાદ,તા.૧૨: ગુજરાતની વિવિધ જેલોમાં અત્યારે ૧૭,૭૬૬ કેદીઓ સબડી રહ્યા છે, જે પૈકી હિન્દુ કેદીઓની સંખ્યા ૧૩,૮૦૨ એટલે કે ૭૭.૬૮ ટકા, મુસ્લિમ કેદીઓની સંખ્યા ૩,૯૯૦ એટલે કે ૨૦.૭૭ ટકા, શીખ કેદીઓની સંખ્યા ૧૨૪ એટલે કે ૦.૬૯ ટકા અને ખ્રિસ્તી કેદીઓની સંખ્યા ૧૨૯ એટલે કે ૦.૭૨ ટકા અને અન્ય કેદીઓ ૨૧ એટલે કે ૦.૧૧ ટકા જેટલી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના વર્ષ ૨૦૨૪ના પ્રિઝન સ્ટેટેસ્ટિક્સ ઈન્ડિયાના લેટેસ્ટ રિપોર્ટમાં આ બાબતનો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ શાંત સલામત ગુજરાતની જેલોમાં કેદીઓને ઠાંસી ઠાંસીને ભરાયા છે. એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે અન્ડર ટ્રાયલ હિન્દુ કેદીઓની સંખ્યા ૯,૨૮૮ જ્યારે સજા ભોગવી રહેલા ૪,૩૬૩ અને અટકાયત હેઠળના ૧૫૧ કેદીઓ જેલમાં સબડી રહ્યા છે. એ જ રીતે અન્ડર ટ્રાયલ મુસ્લિમ કેદીઓની સંખ્યા ૨,૭૭૪ અને દોષિત ઠર્યા બાદ સજા ભોગવી રહેલા ૮૩૭ કેદીઓ જેલમાં છે. ગુનો કર્યા બાદ ટ્રાયલનો સામનો કરી રહેલા શીખ કેદીઓ ૧૦૨, દોષિત ઠર્યા હોય તેવા ૧૧ તેમજ ખ્રિસ્તી ધર્મના અન્ડર ટ્રાયલ કેદીઓ ૧૦૩ અને સજા પામેલા ૧૮ કેદીઓ ગુજરાતની અલગ અલગ જેલમાં છે. ગુજરાતની સેન્ટ્રલ જેલ, ડિસ્ટ્રિક્ટ જેલ, સબ જેલોમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેદીઓને ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે એટલે કે ૧૪ હજાર જેટલી ક્ષમતા સામે ૧૭,૭૯ ૬ કેદી છે.
રિપોર્ટ પ્રમાણે નિરક્ષર દોષિત કેદીઓ ૯૭૩ અને અંડર ટ્રાયલ કેદી ૧૯૦૨ છે. ધો. ૧૦થી ઓછું ભણેલા દોષિત કેદી ૩૦૨૧ અને અન્ડર ટ્રાયલ ૬૦૦૧ છે. અન્ડર ટ્રાયલ કેદીઓના શિક્ષણની વાત કરીએ તો ધો.૧૦થી વધુ-ગ્રેજ્યુએટથી ઓછું ભણેલા ૩૦૮૮ કેદી, ગ્રેજ્યુએટ ૯૦૬, ડિગ્રી- ડિપ્લોમા વાળા ૨૩૮ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ૧૫૧ કેદી જેલમાં છે.
ગુજરાતની જેલમાં સબડી રહેલા કેદીઓ
પ્રકાર હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી અન્ય
અન્ડર ટ્રાયલ ૯૨૮૮ ૨૭૭૪ ૧૦૨ ૧૦૩ ૧૯
દોષિત ૪૩૬૩ ૮૩૭ ૧૧ ૧૮ ૦૨
અટકાયત ૧૫૧ ૭૯ ૧૧ ૦૮ ૦૦
કુલ ૧૩,૮૦૨ ૩૬૯૦ ૧૨૪ ૧૨૯ ૨૧
જેલોમાં કાસ્ટ મુજબના કેદીઓ
દોષિતઃએસસી એસટી ઓબીસી અન્ય
૬૫૬ ૭૭૬ ૨૧૮૦ ૧૬૧૯
અન્ડર ટ્રાયલ એસસી એસટી ઓબીસી અન્ય
૧૩૨૯ ૨૧૩૦ ૫૫૪૮ ૩૨૭૯
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
