News of Tuesday, 12th May 2026
મોરબીના ગાળા ગામના પાટિયા નજીક આવેલ ફેકટરીમાં આગ લાગતા ફાયર ટીમ દોડી ગઈ

મોરબીઃ તાલુકાના ગાળા ગામના પાટિયા પાસે ફેક્ટરીમાં આગ લાગતા મોરબી ફાયરની બે ટીમો દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. ટી પ્લસ સર્જીક્લ્સ ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી જેથી મોરબી ફાયર ટીમ મીની ફાયર અને વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી ફાયરની બે ટીમોએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ નથી તેમજ નુકશાનીનો આંક પણ હાલ મેળવી શકાયો નથી.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
