તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
લીલિયા નગર હવે ફાટક મૂક્ત બનવાની દિશામાં
૫ વર્ષની રાહનો અંતઃ રૂ.૨૩.૨૩ કરોડના ખર્ચે બનશે બે અન્ડરપાસ

સાવરકુંડલા,તા.૧૨: લીલિયા જનતા માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી રેલવે ફાટકને કારણે ભોગવવી પડતી મુશ્કેલીઓનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. લીલિયામાં ફાટક નં. 41-C અને 42-B/1 પર અંદાજે રૂ.૨૩ કરોડ ૨૩ લાખના ખર્ચે બે અન્ડરપાસ બનાવવાની મંજૂરી મળી છે.ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સતત પ્રયત્નો અને કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલનથી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળી છે.
છેલ્લા ઘણા વર્ષોથી લીલિયા શહેર અને આસપાસના ગામોના લોકોને રેલવે ફાટક બંધ રહેવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ નજીકના ફાટક પર ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ અટવાઈ જતી હતી, જ્યારે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓનો કિંમતી સમય પણ બગડતો હતો.
અન્ડરપાસ બન્યા બાદ હવે લોકોનું અવરજવર વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે. સનાળીયા રોડ, સિવિલ હોસ્પિટલ અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવું વધુ સુવિધાજનક બનશે. આ પ્રોજેક્ટથી આસપાસના ૨૪ ગામોના હજારો લોકોને સીધો લાભ મળશે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
