News of Tuesday, 12th May 2026
ભુજ માંડવી રોડ ઉપર ટ્રેલરે સ્કૂટી ચાલક યુવતીને કચડતાં કરુણ મોત
૧ કિમી ઢસડનાર ટ્રેલર ચાલકની લોકોએ કરી ધોલાઈ, પોસ્ટ ઓફિસે નોકરીએ જતી વેળાએ સર્જાયો અકસ્માત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : કચ્છમાં માર્ગ અકસ્માતના ખપ્પરમાં વધુ એક માનવ જિંદગી હોમાઈ ગઈ છે. ભુજ માંડવી રોડ ઉપર નારાણપર ત્રણ રસ્તા ખત્રી તળાવ નજીક યમદૂત સમા ટ્રેલરે સ્કૂટી ચાલક યુવતીને કચડી નાખી હતી. ભુજથી મેઘપર ગામે પોસ્ટ ઓફિસે નોકરીએ જતી ૧૯ વર્ષીય યુવતી વિધિ જગદીશભાઈ વાઘેલાનું ટ્રેલર હડફેટે કરુણ મોત નીપજ્યું હતું. પુરપાટ ગતિએ દોડતાં ટ્રેલરે એક કિમી સુધી મૃતક યુવતીને ઘસડી હતી. ગમખ્વાર અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલકને લોકોએ ઠમઠોર્યો હતો. પિતાની છત્રછાયા ગુમાવનાર નિધિ હાલમાં જ નોકરી એ લાગી હતી. પરિવારમાં તેની વિધવા માતા અને એક બહેન છે. પાણીપુરવઠા કચેરીમાંથી નિવૃત્ત થયા બાદ પિતા જગદીશભાઈનું નિધન થયું છે. આ અકસ્માત અંગે ગુનો નોંધી દહીંસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
