<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મેક ઈન ઇન્‍ડિયાનો જોવા મળ્‍યો જલવો આત્‍મનિર્ભર ભારત...!! આધુનિક હથિયારો હવે આયાત નહિ.. હવે થાય છે નિકાસ : નરેન્‍દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ : ડિફેન્‍સ એક્‍સપોર્ટમાં છેલ્‍લા ૧૦ વર્ષમાં ૩૪ ગણો ઐતિહાસિક વધારોઃ ભારતે ફ્રાન્‍સ પાસેથી ૩૬ રાફેલ ફાઈટર જેટ ખરીદી વાયુસેનાની તાકાતમાં કર્યો વધારોઃ રશિયાનો લીધો સહયોગ બ્રમહોસ, તેજસ, અગ્નિ વી વિકસાવ્‍યું આત્‍મનિર્ભર ભારતનુ પ્રતીક નેવીમાં પણ કરાયો વિકાસ આર્મી, નેવી અને એર ફોર્સ વચ્‍ચે સંકલન વધારવા પ્રથમ વખત ‘‘ સી ડી એસઠ પદ બનાવ્‍યું: સર્જીકલ સ્‍ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરને પગલે જવાનોનો અભિગમ બદલાયો મહીલાઓ માટે નવા દરવાજા ખુલ્‍યા ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં બનાવાયા નવા ડિફેન્‍સ કોરીડોર લશ્‍કરી ક્ષેત્રે આમૂલ પરિવર્તન 12:00 PM IST

મોદી જે બોલે છે તે કરી બતાવે છે...મેરા વચન હી મેરા શાસન : દેશના પ્રજાજનોનો વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ઉપર અતૂટ વિશ્વાસ : વિરોધી હોય કે હોય વિપક્ષ દરેકે સ્‍વીકારવું જ પડેઃ દેશના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં અદભૂત વિકાસ, વર્ષો જૂના પડકાર રૂપ પ્રોજેક્‍ટ પૂર્ણ કર્યાઃ ભૂમિપૂજન પણ આપણે કરવાનું ઉદ્ધાટન પણ આપણે જ કરવા નું નરેન્‍દ્ર ભાઈ ની વાત ને પ્રજાજનો વણલખ્‍યો વાયદો માને છે...!! ૧૨ વર્ષ માં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર બ્રિજ... ટનલ.... ક્ષેત્રે અધધ વિકાસઃ ચેનાબ રેલ બ્રિજ દુનિયાનું સૌથી ઊંચું રેલવે આર્ચ બ્રિજ અટલ ટનલ આસામ અને અરુણાચલ ને જોડતી ધોલા-સાદિયા બ્રિજ, ભારતનો સૌથી લાંબોરેલ અને રોડ બ્રિજ, બોગીબીલ બ્રિજ ભારતનો સૌથી લાંબો એક્‍સપ્રેસવે... કુલ લંબાઈ...૧૩૮૬ કી.મી., દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસવે, ભારતનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ, મુંબઈ ટ્રાન્‍સ હાર્બર લિક, અટલ સેતુ, અયોધ્‍યા રામ મંદિર, સંસદ ભવન...11:48 AM IST

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક પરમાણુ શાંતિ કરાર આખરી ચરણમાં! : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા પરમાણુ વિવાદનો અંત લાવવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો નરમ વલણ સાથેનો પ્રસ્તાવ : સોશિયલ મીડિયા પર સંવર્ધિત યુરેનિયમનો નિકાલ કરવા તેહરાનને ત્રણ મહત્વપૂર્ણ અને વિકલ્પો આપ્યા : સામે ઈરાને ચીનનો વિકલ્પ મૂકતા વૈશ્વિક રાજકારણ ગરમાયું : અમેરિકા કે ઈરાન સિવાય અન્ય સ્વીકાર્ય સ્થળે આંતરરાષ્ટ્રીય સાક્ષીઓ અને એટોમિક એનર્જી કમિશનની હાજરીમાં યુરેનિયમ નષ્ટ કરવાની ઓફર વચ્ચે પાકિસ્તાની સૈન્ય વડા આસિમ મુનિર આખરી ડીલ માટે દોહા પહોંચ્યા : સક્રિય યુદ્ધવિરામ અને અમેરિકી સૈન્યના દબાણ વચ્ચે આગામી ગણતરીના દિવસોમાં મહાકરાર ફાઇનલ થવાના મજબૂત સંકેતો6:33 AM IST

સમૃદ્ધ, સ્વસ્થ અને ખુશહાલ જીવન માટે પ્રાકૃતિક ખેતી જીવનદાતા સમાન : પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક અને કાલ્પનિક : ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી ખેડૂતને બેવડા નફા સાથે મનુષ્ય અને પર્યાવરણને સ્વસ્થતાની સોગાત આપનારી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા કાંસિયા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ : ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જમીનના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા સંકલ્પબદ્ધ કર્યા : પર્યાવરણ અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રગતિશીલ ખેડૂતો સન્માનિત : રાજ્યપાલની નેમ સાકાર કરવા વહીવટીતંત્ર સજ્જ: વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા મિશન મોડ પર આયોજન રજૂ કર્યું4:04 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST