<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

બાવળાના કલ્યાણગઢ ગામે ગંભીર અકસ્માત:મોટરસાઇકલ સાથે આખલો અથડાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત

અકસ્માતની જાણ થતાં જ 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ યુવકે દમ તોડી દીધો

અમદાવાદના બાવળા તાલુકાના કલ્યાણગઢ ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં મોટરસાઇકલ સાથે આખલો ભટકાવવાને કારણે બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ યુવકે દમ તોડી દીધો હતો. આ અંગે બગોદરા પોલીસને જાણ કરવામાં આવી છે.

(10:47 PM IST)