News of Tuesday, 26th May 2026
મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની વરણી, ડેપ્યુટી મેયર પદે ચિરાગ રાણપરા
હાઈકમાન્ડે ચોંકાવ્યાઃ ખેંચતાણ વચ્ચે ત્રીજા જ નામ પર પસંદગીનો કળશ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જયંતી પડસુંબિયા નિમાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૬: મોરબી મહાનગર પાલિકાના પ્રથમ મેયરની આતુરતાનો અંત આવ્યો છે. વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર ઉત્તમ સુરાણીની મેયર તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે વોર્ડ નં. ૬ ના ચિરાગ રાણપરા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતી પડસુંબિયાની નિમણૂક થઈ છે.
ભારે ઉત્તેજના વચ્ચે બેઠક, મંત્રી કાંતિલાલની ઉપસ્થિતિ
આજે તા. ૨૬ ના રોજ મહાનગર પાલિકાના નવા બિલ્ડિંગના ૨જા માળે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યો માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બેઠકમાં કોર્પોરેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કોઈ બાઈકમાં તો કોઈ કાર શેરિંગ કરીને પહોંચ્યા હતા. મંત્રી કાંતિલાલ અમળતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા.
બે જૂથોની ખેંચતાણ વચ્ચે ત્રીજું નામ ફાઇનલ
મેયર પદ માટે ગણેશ ડાભી અને ભૂપત જારિયાના નામો જોરશોરથી ચર્ચામાં હતા. બે ગ્રુપ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી હતી. તેવામાં હાઈકમાન્ડે આ?ર્યજનક રીતે બંને ગ્રુપની બહારના ઉત્તમ સુરાણીના નામ પર પસંદગી ઉતારી સૌને ચોંકાવી દીધા. જેનું નામ ચર્ચામાં જ ન હતું તેના શિરે મેયરનો તાજ સોંપાયો.
યુવા અને નવા
ચહેરાઓને સ્થાન
ભાજપ દ્વારા મેયર તરીકે ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની પસંદગી કરીને યુવા અને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. પક્ષ દ્વારા ગઈકાલે જ તમામ ૫૨ સભ્યોને મેન્ડેટ મુજબ મત આપવા કડક સૂચના અપાઈ હતી. આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પ્રક્રિયા પૂર્ણ થતાં ચિત્ર સ્પષ્ટ થયું. સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યો ચૂંટાયા બાદ તેમની અલગ બેઠકમાં જયંતી પડસુંબિયાને ચેરમેન નક્કી કરાયા.
૨૫ વર્ષની વયે ઉત્તમ સુરાણી બન્યા મોરબીના પ્રથમ મેયરઃ ગુજરાતના સૌથી યુવા મેયરનો રેકોર્ડ
રાષ્ટ્ર પ્રથમ, સેવા પ્રથમ સૂત્ર સાથે જનસેવાની કમાન સંભાળી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૬: મોરબી મહાનગર પાલિકાને ઈતિહાસ રચનાર પ્રથમ મેયર મળ્યા છે. વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર ઉત્તમ મહેશભાઈ સુરાણીની માત્ર ૨૫ વર્ષની ઉંમરે મેયર તરીકે વરણી થતાં તેઓ ગુજરાતના સૌથી યુવા મેયર બન્યા છે. સાથે જ ભારતના સૌથી યુવા મેયરોની યાદીમાં પણ તેમણે સ્થાન મેળવ્યું છે.
ત્રણ ગૌરવ સાથે તિહાસ રચાયો
ઉત્તમ સુરાણીની નિમણૂક સાથે મોરબીને એકસાથે ત્રણ ગૌરવ પ્રાપ્ત થયા છેઃ
૧. મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર
૨. ગુજરાતના સૌથી યુવા મેયર
૩. ભારતના સૌથી યુવા મેયરોની યાદીમાં સ્થાન
શિક્ષણથી UPSC સુધીની સફર
તા. ૨૭-૦૭-૨૦૦૦ ના રોજ જન્મેલા ઉત્તમ સુરાણીએ ઓમ શાંતિ વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ત્યારબાદ જોધાપર પટેલ ર્બોડિંગમાંથી httpÑ//B.Sc. Chemistry ની ડિગ્રી મેળવી. અભ્યાસ બાદ UPSCની તૈયારી દરમિયાન રાષ્ટ્રસેવાની ભાવના વધુ દૃઢ બની અને તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય થયા. બ્લડ ડોનેશન કેમ્પ, PM વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, વિદ્યાર્થી સહાય જેવી પ્રવળત્તિઓથી તેમણે યુવાનોમાં આગવી ઓળખ બનાવી.
જનસેવા એ જ સાચું રાષ્ટ્રનિર્માણ છે
રાષ્ટ્ર પ્રથમ, સેવા પ્રથમ ના સૂત્રને વરેલા ઉત્તમ સુરાણી માને છે કે લોકોના વિશ્વાસથી જ નેતળત્વ મજબૂત બને છે. તેમની કાર્યશૈલી, નેતળત્વ ક્ષમતા અને સમર્પિત ભાવનાના કારણે જ તેમને મોરબીના પ્રથમ મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
નવી ટીમ જાહેરઃ યુવા નેતળત્વને પ્રાધાન્ય
મોરબી મહાનગરપાલિકાના હોદ્દેદારોની યાદી જાહેર થઈ છેઃ
- મેયરઃ ઉત્તમ સુરાણી
- ડે. મેયરઃ ચિરાગભાઈ રાણપરા
- સ્ટેન્ડિંગ ચેરમેનઃ જયંતીભાઈ પડસુંબિયા
- પક્ષના નેતાઃ અર્પિતાબા જાડેજા
- દંડકઃ જયેશભાઈ દેસાઈ
મહેનત, સંસ્કાર અને સેવાભાવથી જાહેર જીવનમાં આગળ આવેલા ઉત્તમ સુરાણી આજે યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
