તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 26th May 2026
હવે ૨૦ સરકારી સેવા એક જ વોટ્સએપ નંબરથી મળતી થશે
ગુજરાત સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત સિટીઝન સર્વિસિસ ડિલિવરી અંગે મહત્વના MOU

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા સહતિનાની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મસ ઈન્ક વચ્ચે એક MOU સંપન્ન થયા હતા.
સામાન્ય વહીવટ વિભાગના તાલીમ અને વહીવટી સુધારણા પ્રભાગના સચિવ હારિત શુક્લા અને મેટાના ડિરેક્ટર અને હેડ ઓફ પોલિસીઝ અમન જૈન તથા કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે આ પ્બ્શ્ પર હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી. રાજ્ય સરકારે GARCની ભલામણો અનુસાર સુગમ ડિજિટલ ગુજરાત ઈનિશિયેટીઝ દ્વારા પાંચ જેટલા મુખ્ય વિભાગોની અંદાજે ૨૦ જેટલી નાગરિક કેન્દ્રી સેવા વોટ્સએપ ચેટ બોટ મારફતે ઉપલબ્ધ કરાવી છે.
હવે, આ સેવાઓને લોકો માટે વધુ સરળ અને ઝડપી બનાવવાની સાથો-સાથે લાસ્ટ માઈલ ડિલિવરી સુનિヘતિ કરવામાં મેટા અને રાજ્ય સરકાર વચ્ચેના આ પ્બ્શ્ મહત્વપૂર્ણ બનશે. અર્થાત જે મુજબ, હવે, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વોટ્સએપ આધારિત ચેટ બોટથી રાજ્યભરના નાગરિકો એક જ વોટ્સએપ નંબર દ્વારા આવી ૨૦ મહત્વપૂર્ણ સેવાઓનો લાભ ઘર બેઠા પોતાના ફોન પર જ આગામી સમયમાં મેળવી શકશે. તો સ્વાભાવિક રીતે જ આવી સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં રૂબરૂ જઈને લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
