<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આવતીકાલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઈબીપી-૨૦)ના દેશવ્યાપી અમલ વિરુદ્ધ અરજીની સુનાવણી: વાહનોને જોખમ અને ઇથેનોલ-મુક્ત પેટ્રોલની ઉપલબ્ધતા તથા સ્પષ્ટ લેબલિંગની માંગ : સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ ગવઇની બેન્ચ આવતીકાલે સોમવારે જાહેર હિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી કરશે જેમાં ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઈબીપી-૨૦)ના દેશવ્યાપી અમલને પડકારવામાં આવ્યો છે. : અરજીમાં આરોપ છે કે આ પેટ્રોલથી લાખો વાહન માલિકોને તેમના વાહનો માટે અનુરૂપ ન હોય તેવા ઇંધણનો ઉપયોગ કરવા મજબૂર કરવામાં આવ્યા છે, જેનાથી એન્જિનમાં કોરોઝન, માઇલેજમાં ઘટાડો, વાહનોના ભાગોનું વ્હેલા ઘસાઈ જવું, ઓછું માઈલેજ અને વધુ રિપેર ખર્ચ થાય છે. 10:48 PM IST

ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા : ગુજરાતમાંથી ઉત્પાદનના ૪૦ ટકા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ : રાજ્યમાં છેલ્લા એક દાયકામાં નાળિયેરીનો વાવેતર વિસ્તાર ૫,૭૪૬ હેક્ટર વધ્યો; લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન ૨૬ કરોડ યુનિટથી પણ વધુ : દેશનો સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી ગુજરાતમાં નાળિયેર ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ: ‘ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ’ માટે ચાલુ વર્ષે બજેટમાં રૂ. ૫૫૦ લાખની જોગવાઈ : નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતોને વિવિધ ઘટકો હેઠળ કુલ રૂ. ૪૨,૫૦૦ સુધીની સહાય1:15 PM IST