તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
અભિનેતા વિપિન શર્માનું હોલીવુડમાં ડંકો : ફિલ્મ 'મંકી મેન' માટે 'એસ્ટાર એવોર્ડ્સ 2025'થી સન્માનિત

મુંબઈ: હોલીવુડ ફિલ્મ 'મંકી મેન'માં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવનાર અભિનેતા વિપિન શર્માને 'એસ્ટાર એવોર્ડ્સ 2025'થી સન્માનિત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અભિનેતાએ આનો શ્રેય સ્ટેજ પર 'સ્લમડોગ મિલિયોનેર'ના અભિનેતા દેવ પટેલને આપ્યો હતો.તાજેતરમાં બેંગકોકમાં આયોજિત એસ્ટાર એવોર્ડ્સ 2025ના ઉદ્ઘાટન સમારોહમાં પીઢ અભિનેતા વિપિન શર્માને શ્રેષ્ઠ સહાયક અભિનેતાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિલ્મ સાયન્સ એન્ડ આર્ટ્સ (IIFSA) એ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ એવોર્ડ્સનો હેતુ સિનેમા ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરનારાઓનું સન્માન કરવાનો છે.વિવિધ દેશો અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો તેમાં હાજર રહ્યા હતા. વિપિન શર્મા આ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર માન્યતા મેળવનારા પ્રથમ ભારતીય અભિનેતાઓમાંના એક બન્યા છે.એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી વિપિન શર્માએ કહ્યું, "પહેલા જ એસ્ટાર એવોર્ડ્સમાં આ સન્માન પ્રાપ્ત કરીને હું ખરેખર ગર્વ અનુભવું છું. મંકી મેન મારા માટે એક ખાસ સફર રહી છે અને આ પ્રદર્શનને વિશ્વભરના પ્રેક્ષકો સાથે જોડતું જોવું ખૂબ જ સરસ છે. હું દેવ પટેલનો પણ ખૂબ આભારી છું જેમણે મને એક એવી ભૂમિકા આપી જે હું ક્યારેય ભૂલીશ નહીં, એક એવી ભૂમિકા જેણે મારું જીવન બદલી નાખ્યું. આવા એવોર્ડ આપણને સિનેમાની સીમાઓ પાર કરવાની અને લોકોને જોડવાની શક્તિની યાદ અપાવે છે, અને હું આ ક્ષણનો ભાગ બનવાનો સન્માન અનુભવું છું."
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
