<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ટંકારા ઉગમણા નાકાના ૨૭ વર્ષના હરેશભાઇ જાદવનું હાર્ટએટેકથી મોત

રાજકોટ તા. ૧: ટંકારાના ઉગમણા નાકે રહેતાં ૨૭ વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ ઉગમણા નાકે રહેતો હરેશભાઇ દિનેશભાઇ જાદવ (ઉ.વ.૨૭) બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો. તેને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. હરેશભાઇ બે ભાઇમાં નાનો હતો. તેને ત્રણ સંતાન છે. પોતે કડીયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવાન દિકરાના મૃત્‍યુથી જાદવ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. ટંકારા પોલીસે કાર્યવાહી કરી હતી.

(10:55 AM IST)