તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
ડાયલ ૧૧૨ ઘુમાવતા તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ તુરંત ઉપલબ્ધ થશે
ગુજરાતના સુરક્ષિત વિકાસ અને લોકોની સુરક્ષા માટે સતત મનોમંથન કરતા કેન્દ્રીય મંત્રી અમીતભાઈ શાહ દ્વારા ઐતિહાસિક કદમ ઊઠાવાયુ છે : ખૂંખાર ગુનેગારોને સાચવતા ગુજરાત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર જેલ સુપ્રિ. માટે સારી ચેમ્બરો, અને સ્ટાફ અને પરિવારો માટે સારા આવાસોની રાજ્યના મુખ્ય જેલ વડા ડો. કે. ઍલ. એન. રાવના પ્રયાસો અંતર્ગત પ્રોજેક્ટનું લોકાર્પણ, વરર્ચયુલી પ્રોગ્રામ નિહાળવા જેલોમાં અદભુત વ્યવસ્થા ગોઠવાઈ

રાજકોટ, તા.૧: ગુજરાતના વિકાસ માટે નિરંતર પ્રયાસ અને તે માટેના આનુસાંગિક કાર્યો પણ પૂર્ણ કરવા માટે સતત એક્ટિવ રહેતા કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા લોકોની સલામતી અને ઔદ્યોગિક વિકાસ સાથે ગુનેગારોને સાચવવા માટે અથાગ જહેમત ઉઠાવતા ગુજરાતના જેલ વિભાગોના રાજકોટ, જામનગર, સાબરમતી જેલ સુપ્રિ. માટે ચેમ્બરો તથા સ્ટાફ માટે ૮૦ કરોડના સુવિધાજનક આવાસ પૂરા પાડવાની રાજ્યના ડીજીપી લેવલના મુખ્ય જેલ વડા ડો. કે. એલ.એન.રાવની રાજ્ય સરકાર મારફત બનેલા પ્રોજેકનું વર્ચ્યુલી લોકાપર્ણ થયેલ, આ કાર્યકમ સહુ નિહાળી શકે તેવી વ્યવસ્થા પણ જેલમાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયેલ.
તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર જનસમૂહ, જેલ સ્ટાફ તથા તેમના પરિવારો સુધી સીધી પ્રસારિત કરવામાં આવી.
જામનગર જીલ્લા જેલ ખાતે રૂ. ૧૩ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા નવા સ્ટાફ ક્વાર્ટર્સ અંગે જીલ્લા જેલ અધિક્ષક શ્રી નાસીરૂદ્દીન લોહારે સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
તેમણે જણાવ્યું કે આ નવા પ્રોજેક્ટ્સ પોલીસ તથા જેલ સ્ટાફનો આત્મવિશ્વાસ અને મનોબળ અત્યંત ઊંચું કર્યું છે તથા તેઓને સમાજની સેવા પૂરેપૂરી શક્તિ અને સમર્પણ સાથે કરવા માટે પ્રેરણા આપી છે.
જેલ સ્ટાફ તથા તેમના પરિવારજનો દ્વારા આ નવા રહેણાંક ક્વાર્ટર્સનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું, જે સરકારશ્રીની સંસ્થાકીય માળખાની મજબૂતી સાથે માનવીય ગૌરવ માટેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
આ ઐતિહાસિક દિવસ, જેમાં ડાયલ ૧૧૨ ERSS, જનરક્ષક વાહનો, મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામના વાહનો તથા પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના રૂ. ૨૧૭ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, ગુજરાતના પ્રગતિશીલ વિઝન અને ભારત સરકારની જનકલ્યાણ માટેની નિષ્ઠાનું તેજસ્વી પ્રતીક બની રહ્યો છે.
ગુજરાતના વિકાસ માટે નિરંતર પ્રયાસ અને તે માટેના આનુસાંગિક કાર્યો પણ પૂર્ણ કરવા માટે સતત એક્ટિવ રહેતા કેન્દ્રીય ગહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા લોકોની જનસમૂહ, જેલ સ્ટાફ તથા તેમના પરિવારો સુધી સીધી પ્રસારિત કરવામાં આવી.
જામનગર જીલ્લા જેલ ખાતે રૂ. ૧૩ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા નવા સ્ટાફ ક્વાર્ટર્સ અંગે જીલ્લા જેલ અધિક્ષક શ્રી નાસીરૂદ્દીન લોહારે સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ નવા પ્રોજેક્ટ્સ પોલીસ તથા જેલ સ્ટાફનો આત્મવિશ્વાસ અને મનોબળ અત્યંત ઊંચું કર્યું છે તથા તેઓને સમાજની સેવા પૂરેપૂરી શક્તિ અને સમર્પણ સાથે કરવા માટે પ્રેરણા આપી છે.
જેલ સ્ટાફ તથા તેમના પરિવારજનો દ્વારા આ નવા રહેણાંક ક્વાર્ટર્સનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું, જે સરકારશ્રીની સંસ્થાકીય માળખાની મજબૂતી સાથે માનવીય ગૌરવ માટેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
આ ઐતિહાસિક દિવસ, જેમાં ડાયલ ૧૧૨ ERSS, જનરક્ષક વાહનો, મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામના વાહનો તથા પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના રૂ. ૨૧૭ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, ગુજરાતના પ્રગતિશીલ વિઝન અને ભારત સરકારની જનકલ્યાણ માટેની નિષ્ઠાનું તેજસ્વી પ્રતીક બની રહ્યો છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
