<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

જામનગરમા સાડા પાંચ ફૂટ જેવી ઊંચાઈના નવ પ્રકારના તેલીબીયાથી બનેલા ગણપતિ ઉપર એઈટ વન્‍ડર ગ્રુપ દ્વારા ઘઉંનો લોટ, ઘી, તલ, ચેરી અને અન્‍ય ખાદ્ય પદાર્થોમાંથી ૧.૫ફૂટ બાય ૨.ફૂટ૧ઇંચના ત્રણ મુગટ પહેરાવાયા

કડિયાવાડ વિસ્‍તારમાં આવેલ શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અંતર્ગત ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ નોંધાવા પ્રયત્‍ન

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧: જામનગરમાં કડિયાવાડ વિસ્‍તારમાં આવેલ શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અંતર્ગત સૌથી વધુ મુગટ પહેરાવવાનો પ્રયાસ કરી ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ નોંધાવા પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે.

૨૯ વર્ષથી શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્‍સવ દ્વારા ગણપતિ મહોત્‍સવ નું આયોજન કરવામાં આવે છે જ્‍યાં દર વર્ષે ઇકો ફ્રેન્‍ડલી ગણપતિનું સ્‍થાપન કરી લોકોમાં લોકજાગળતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવે છે જ્‍યાં આ વર્ષે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા મેદસ્‍વિતા ઘટાડવા માટે તેલના ઓછા ઉપયોગ માટે  આહવાન કરાયું છે. જેને લઈને ખાસ તેલીબિયાના ગણપતિજીનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. સાડા પાંચ ફૂટ જેવી ઊંચાઈના જુદા જુદા નવ પ્રકારના તેલીબીયાથી બનેલા ગણપતિ ઉપર એઈટ વન્‍ડર ગ્રુપ દ્વારા ઘઉંનો લોટ, ઘી, તલ, ચેરી અને અન્‍ય ખાદ્ય પદાર્થોમાંથી ૧.૫ ફૂટ બાય ૨.ફૂટ ૧ઇંચના ત્રણ મુગટ બનાવી પહેરાવવામાં આવ્‍યા છે.

અગાઉ પણ આ ગણેશોત્‍સવ દરમ્‍યાન આઠ જેટલા વર્લ્‍ડ રેકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવવામાં આવ્‍યા છે. ત્‍યારે વધુ એક વખત જામનગર નું નામ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાવવા પ્રયાસ કરવામાં આવ્‍યો છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:25 PM IST)