<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવમાં બહેનો માટે ‘આરતી સુશોભન' સ્‍પર્ધા યોજાઈ

કુલ ૮૬ બહેનોએ ભાગ લીધોઃ હેતલ જાજલ પ્રથમ, હીરલ ચંદારાણા દ્વીતીય અને શિતલ અધારા તૃતીય વિજેતા જાહેર

રાજકોટ, તા.૩૦: શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિના ઇન્‍ચાર્જ ડૉ. માધવ દવેના માર્ગદર્શન હેઠળ સિધ્‍ધી વિનાયક ધામ ખાતે ભવ્‍યાતિભવ્‍ય ગણપતિ મહોત્‍સવનું આયોજન રેસકોર્ષ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) ખાતે  કરાયું છે. આ મંગલ મહોત્‍સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્‍કળતીક કાર્યક્રમો થાય છે. જેમાં બહેનો માટે ઓપન રાજકોટ ‘આરતી સુશોભન' સ્‍પર્ધાનું આયોજન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તેમજ શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવના ઇન્‍ચાર્જ ડૉ.માધવ દવે, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા તેમજ સાંસ્‍કળતીક સમિતિના ઇન્‍ચાર્જ કિશોરભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ સ્‍પર્ધામાં બહેનોએ અવનવી રીતે આરતીની સજાવટ કરી પ્રેક્ષકો સમક્ષ મુકી હતી. આ આકર્ષક આરતી સુશોભન સ્‍પર્ધામાં રાજકોટ શહેરના ૮૬ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધાના નિર્ણાયક જજ તરીકે કળતિબેન વસાવડા અને દીપાબેન બુચ રહ્યા હતા. આ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંકે હેતલ રોહીત જાજલ, દ્વિતીય ક્રમાંકે હીરલ સાર્થક ચંદારાણા અને તળતીય ક્રમાંકે શિતલ ભુપેન્‍દ્ર અધારા વિજેતા થયેલ. જેઓને છેલ્લા દિવસે ઈનામ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ચર્તુથ ક્રમાંકથી દસમાં ક્રમાંકના સ્‍પર્ધકને પ્રમાણપત્ર આપી તેમને અભિનંદન પાઠવવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં મુખ્‍ય માર્ગદર્શક તરીકે પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, જયમીનભાઈ ઠાકર, મનીષભાઈ રાડીયા, ઉપપ્રમુખ પૂજાબેન પટેલ તેમજ સાંસ્‍કળતીક સમિતિમાંથી સાંસ્‍કળતીક સમિતિના ઇન્‍ચાર્જ તેમજ મુખ્‍ય માર્ગદર્શક કીશોરભાઇ રાઠોડ તેમજ કિરણબેન માકડીયા તેમજ સાંસ્‍કળતીક સમિતિના સભ્‍યો સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા અને મહીલા સ્‍પર્ધકોને પ્રોત્‍સાહીત કર્યા હતા.

(2:41 PM IST)