તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
ડેન્ગ્યુએ દેખા દિધીઃ ૪ કેસઃ સીઝનલ રોગચાળાના ૧૬૪૪ દર્દી
મનપા દ્વારા ૭૨૭૦૩ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૨૦૫૮ ઘરોમાં ફોગીંગનો દાવો : શરદી- ઉધરસના ૭૩૮, તાવના ૭૬૪, ઝાડા-ઉલ્ટીના ૧૩૬ તથા ટાઇફોઇડના ર કેસઃ મચ્છર ઉત્પતિ સબબ ૫૦૫ને નોટીસ

રાજકોટ, તા.૧: શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં ગત સપ્તાહ કરતા આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળ્યા છે.
જયારે આ સપ્તાહે ૧૬૪૪ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના ૬ કેસ નોંધાયો છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૫થી ૩૧ ઓગસ્ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૬ કેસ
છેલ્લા સપ્તાહમાં મેલેરીયા તથા ચિકનગુનીયાના ૧-૧ અને ડેન્ગ્યુના ૪ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૧૬૪૪ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૩૮ તેમજ સામાન્ય તાવના ૭૬૪ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૩૬, ટાઇફોડના ૨ તથા કમળાના ૪ સહિત કુલ ૧૬૪૪ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૪૫૩૭ તેમજ સામાન્ય તાવના ૨૫૭૧૧ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૬૭૦૯ તથા ટાઇફોડનો ૭૩ તેમજ કમળાના ૧૦૪ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૫૦૫ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૭૨૭૦૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૦૫૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૦૪૬થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૫૦૫ લોકોને નોટીસ પાઠવી હતી.(૨.૨૧)
(2:42 PM IST)










