<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

રાજકોટના યુવા એડવોકેટ જેનીલ એસ. પરસોંડાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટઃ તા ૧,રાજકોટના યુવા એડવોકેટ શ્રી જેનીલ એસ. પરસોંડા એ રાજકોટ ખાતે વર્ષ-૨૦૨૪ થી એડવોકેટ તરીકે વકીલાત શરૂઆત કરેલી અને તેઓએ પોતાના સારા-સ્‍વભાવથી વકીલમિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ સીવીલ તથા ક્રિમીનલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે ખાસ કરીને પોતાના કોળી સમાજ માં એક સારા યુવાન એડવોકેટ તરીકે ખુબજ ટૂંકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે અને રાજકોટ બાર એસોસીએશન ના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવળો સ્‍વભાવના કારણે બોહળો મિત્ર વર્ગ ધરાવે છે. તેઓ લોયર્સ સ્‍પોટસ ફાઉડેશન નામની વિકલ્‍પેની સંસ્‍થામાં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપે છે તેમજ વોઈસ ઓફ લોયર્સ નામની સંસ્‍થામાં પણ સભ્‍ય તરીકે જોડાયેલા છે.  તેઓના પિતાશ્રી શૈલેષ બી. પરસોંડા પણ વકીલાતમાં ખુબ સારી નામના ધરાવતા હતા અને તેઓના ભાઈજી હરેશ બી. પરસોંડા એડવોકેટ એન્‍ડ નોટરી રાજકોટના નામાંકીત સીનીયર એડવોકેટ છે અને તેઓની જ એડવોકેટ ફર્મ પરસોંડા એસોસીએટસ છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત છે અને જેનીલભાઈ પરસોંડાએ હાલમાં આ પરસોંડા એસોસીએટસ ની જવાબદારી સંભાળેલ છે અને ભવિષ્‍યમાં તેઓ વકીલાતના વ્‍યવસાયમાં ઉમદા વ્‍યકિતત્‍વ પ્રાપ્ત કરે અને પોતાના પિતાશ્રી તથા પરિવારનું નામ રોશન કરે તેવી આશા તમામ મિત્ર સર્કલ તથા કુટુંબીજનોને તેઓ પાસે રહેલી છે.  આજ રોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી વકિલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઈલ નં. ૯૯૯૮૦૩૯૯પર ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(2:56 PM IST)