News of Monday, 1st September 2025
નવાગામ રંગીલામાં સંજય ઉર્ફ ટકાએ પાઇપના ઘા મારી ગિરીશ મકવાણાનો પગ ભાંગી નાંખ્યો
અગાઉ અનેક ગુનામાં સંડોવાઇ ચુકેલો સંજય રોજાસરા કોઇ અજાણ્યા સાથે ઝઘડો કરતો હોઇ ગિરીશે માથાકુટ નહિ કરવા સમજાવતાં ખાર રાખી તૂટી પડયોઃ કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧: નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં અને અગાઉ અનેક વખત જુદા જુદા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા સંજય ઉર્ફ ટકો નામના શખ્સે તે વિસ્તારમાં અજાણ્યા શખ્સ સાથે ઝઘડો કરતો હોઇ તેના જ પડોશમાં રહેતાં ગિરીશ નામના યુવાને તેને માથાકુટ નહિ કરવા સમજાવતાં આ વાતનો ખાર રાખી સંજયએ લોખંડના પાઇપથી હુમલો કરી ગિરીશનો પગ ભાંગી નાંખતા તેન ેસારવાર માટે દાખલ કરાયો છે. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે નવાગામ રંગીલા સોસાયટી ઢોળા પાસે પાણીના ટાંકા પાછળ રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં ગિરીશ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી નવાગામ રંગીલામાં જ રહેતાં સંજય વાઘજીભાઇ રોજાસરા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ગિરીશ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને મજુરી કરી ગુજરાન ચલાવુ છું. અમારા વિસ્તારમા રહેતાં સંજય રોજાસરાને હું દસેક વર્ષથી ઓળખુ છું. રવિવારે સાંજે હું ફાકી ખાવા પાનના ગલ્લે મારા ઘરેથી જતો હતો ત્યારે રંગીલા વિસ્તારમાં સંજય રોજાસરા કોઇ અજાણ્યા સાથે માથાકુટ કરતો હોઇ જેથી મેં તેને માથાકુટ નહિ કરવા સમજાવ્યો હતો. એ પછી હું ફાકી લઇ ઘરે જતો રહ્યો હતો. સાંજે સાડા છએક વાગ્યે પડોશી સુરેશભાઇ રાઠોડનું ટુવ્હીલર લઇને ઓડીના શો રૂમ પાસે કામ હોઇ ત્યાં ગયો હતો. ત્યાં રોડ સાઇડમાં વાહન ઉભુ રાખી મારા ભાઇ સાથે વાત કરતો હતો ત્યારે સંજય મારી પાસે આવ્યો હતો અને પોતાની પાસેના એક્સેસમાંથી લોખંડનો પાઇપ કાઢી મારી પાસે આવી બંને પગે આડેધડ ઘા માર લાગ્યો હતો.
તેમજ તે જોર જોરથી ગાળો બોલતો હતો. મને ઇજા થતાં હું રાડો પાડવા માંડતા આસપાસમાંથી લોકો ભેગા થઇ ગયા હતાં. આ દરમિયાન સંજય તેનું વાહન લઇ ભાગી ગયો હતો. દરમિયાન મારો મિત્ર કાળુભાઇ ત્યાંથી નીકળતાં હું તેની પાછળ બેસી હોસ્પિટલ તરફ રવાના થયો હતો. એ દરમિયાન મારા ભાઇ પણ આવી ગયેલ અને તેના મિત્રની કાર મારફત મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં દાખલ કરાયોહ તો. અહિ તબિબે એક્સ-રે રિપોર્ટ કરતાં મને ડાબા પગમાં ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. સંજય કોઇ અજાણ્યા સાથે માથાકુટ કરતો હોઇ તેને માથાકુટ નહિ કરવા મેં સમજાવ્યો હોઇ તે બાબતનો ખાર રાખી મારા પર લોખંડના પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાંખ્યો હતો. તેમ વધુમાં ગિરીશ મકવાણાએ કહેતાં કુવાડવા રોડ પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ કે. ડી. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:29 PM IST)










