તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
જીલ્લા કોંગ્રેસ દ્વારા કાલથી તાલુકા કાર્યકર સંમેલન
કાલે ઉપલેટા, બુધવારે જેતપુર, ગુરૂવારે જસદણ સહિત ૧૧ તાલુકાઓમાં યોજાશે સંમેલન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ની સુચના મુજબ ‘‘સંગઠન સુજન અભિયાન'' અંતર્ગત રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તારીખ ૨ સપ્ટેમ્બર થી ૬ સપ્ટેમ્બર સુધી ૧૧ તાલુકા માં ‘‘તાલુકા કાર્યકર સંમેલન'' યોજાશે
જેમાં તારીખ ૨ સપ્ટેમ્બર ઉપલેટા તાલુકો સવારે ૧૦ કલાકે, જામકંડોરણા તાલુકો સાંજે ૪ કલાકે અને ધોરાજી તાલુકો સાંજે ૬ કલાકે તેમજ તારીખ ૩ સપ્ટેમ્બર જેતપુર તાલુકો સવારે ૧૦ કલાકે અને ગોંડલ તાલુકો બપોરે ૨ કલાકે તેમજ ૪ સપ્ટેમ્બર જસદણ તાલુકો સવારે ૧૦ કલાકે અને વિંછીયા તાલુકો બપોરે ૨કલાકે તેમજ તારીખ ૫ સપ્ટેમ્બર લોધિકા તાલુકો સવારે ૧૦કલાકે અને કોટડાસાંગાણી તાલુકો બપોરે ૨ કલાકે તેમજ ૬ સપ્ટેમ્બર રાજકોટ તાલુકો સવારે ૧૦ કલાકે અને પડધરી તાલુકા માં બપોરે ૨ વાગ્યે ‘‘તાલુકા કાર્યકર સંમેલન'' યોજાશે તેવું રાજકોટ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા ની યાદી માં જણાવાયું છે.(૩૮.૪૨)
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
