<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

અર્જુન ચક્રને સક્રિય કરો તો ચમત્‍કારિક પરિણામો મળે

આર્ટ ઓફ લિવિંગ રાજકોટ ચેપ્‍ટર દ્વારા બાળકો માટે યોજાયો ‘‘ઇન્‍ટીટયુશન લેવલ-ર'' પ્રોગ્રામ : ૩ દેશ અને પ રાજયના બાળકો જોડાયા

રાજકોટઃ આર્ટ ઓફ લિવિંગ - રાજકોટ ચેપ્‍ટર દ્વારા પ્રખ્‍યાત આદ્યાત્‍મિક શિક્ષિકા શ્રેયાદીદીનો ઇન્‍ટયુશન પ્રોસેસ લેવલ-૨  નું આયોજન થયું હતું. બે દિવસ સુધી મેઘાણી રંગભવન, ભક્‍તિનગર સોસાયટી  ખાતે કાર્યક્રમ દરમિયાન પ્રિડિક્‍શન કેવી રીતે કરવું, ટેલિનિસીસી અને લેંગ્‍વેજ ડાઉનલોડ શીખવવામાં આવી. ૩ દેશ, ૫ રાજ્‍ય માંથી ૮ થી ૧૮ વર્ષ સુધીના ૨૫૦ બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.  ઇન્‍ટીટયૂશન  અર્થાત આંતર્જ્ઞાનની મદદથી અનેક સમસ્‍યાઓ હલ કરી શકાય છે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા શીખવાડવામાં આવી હતી  જે ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થઈ હતી. શરીરમાં રહેલું અર્જુન ચક્ર ઉર્જાનું છઠ્ઠું કેન્‍દ્ર છે જે બન્ને આંખ વચ્‍ચે કપાળમાં હોય છે તે ઇન્‍ટયુઝનની મદદથી સક્રિય થાય છે અને ખૂબ જ ચમત્‍કારી પરિણામો મળે છે. ઇન્‍ટીટયૂશન  પ્રોગ્રામ કરી ચૂકેલી એક વિદ્યાર્થીની તેનો અનુભવ જણાવતા કહે છેકે મને કેમેરાની ફ્‌લેશ જેવી ફિલીંગ આવે છે જાણે આંખ સામે ફિલ્‍મનો કોઇ સીન ચાલી રહ્યો હોય તેવી લાગણી થાય છે. શાંતિ માટે ઇન્‍કયુઝન પ્રોગ્રામ ખૂબ જરુરી છે. ખાસ કરીને આજના ટીનેજર્સને તેની વધારે આવશ્‍યકતા છે. તેણીએ કહ્યું કે, આર્ટ ઓફ લિવીંગની એક ટીચર કે જે વિદેશમાં કયાંક ખોવાઇ ગઇ હતી તેણે મારી માતાને ફોન કર્યો, માતાએ મને કહ્યું કે તુ મને મદદ કર એ પછી મે ઇન્‍ટીટયૂશનની મદદથી કલાકોમાં તેણીની શોધ કરી લીધી અને તેની ખોવાયેલી વસ્‍તુ પણ મળી ગઇ. ઇન્‍કયુઝન એવી પ્રક્રિયા છે કે જેનાથી બધુ આંખ સામે તાદ્રશ્‍ય થતું દેખાય છે.

(3:56 PM IST)