<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

કરજણ ડેમમાં પાણી ઓછું થતા નાદોદ તાલુકાના ભુછાડ ગામની કરજણ નદીમાં મહાકાય મગર દેખાતા ફફડાટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ઘણા દિવસોથી કરજણ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું માટે રાજપીપળા કરજણ નદી બંને કાંઠે વહેતી જોવા મળી અને પાણી ઓછું થતા પાણીમાં ખેંચાઈ આવેલ મગર ભૂછાડ ગામની કરજણ નદીમાં જોવા મળતા ત્યાં જતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો

  કરજણ નદીમાં પાણી ઘટતા રાજપીપળા તરફ પાણી ઘટતા નાંદોદ તાલુકાના ભૂછાડ ગામ પાસે આવેલ પાંડેશ્વર મહાદેવ મંદિર પાસેના કરજણ કિનારે એક મહાકાય મગર જોવા મળતા ત્યાં નદી કિનારે જતા આવતા ગ્રામજનો મગર જોઇને ભયભીત થયા હતા. જોકે કરજણ નદીમાં મગર ઘણીવાર દેખાઈ છે જેમાં ખાસ કરીને રાજપીપળાના સરકારી ઓવારે નદીમાં ત્રણેક મગર વસવાટ કરતા હોય તેમાંથી એક મગર ભૂછાડ તરફ પાણીના વ્હેણમાં ખેંચાઈ ગયો હાઈ શકે છે. હાલમાં ભૂછાડ ગામના લોકોએ આ મહાકાય મગર જોતા તેઓ ફફડી રહ્યા છે.

(10:31 PM IST)