તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ ઓફિસમાં તોડફોડ કરી :બહાર પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચાડ્યું
યુનિવર્સિટી કેમ્પસમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોવા છતા ઓફિસમાં ઘૂસીને કોમ્પ્યુટર, કાચના દરવાજા સહિત ફર્નિચરની તોડફોડ

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં સોમવારે બપોરે ભારે પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી હોવાના સામાચાર સામે આવી રહ્યા છે. યુનિવર્સિટીના પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ ઓફિસમાં તોડફોડ કરી હતી અને બહાર પાર્ક કરેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
યુનિવર્સિટી કેમ્પસમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોવા છતા આરોપીએ ઓફિસમાં ઘૂસીને કોમ્પ્યુટર, કાચના દરવાજા સહિત ફર્નિચરની તોડફોડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેણે બહાર પાર્ક કરેલી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. આરોપીની ઓળખ તેજસ પટેલ તરીકે થઈ છે, જેણે આશરે 4-5 વર્ષ પહેલાં બોટની વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હતું. તેને કથિત રીતે એક હેરાનગતિના કેસને કારણે નોકરી પરથી દૂર કરવામાં આવ્યો હતો.
હેરાનગતિના કેસને કારણે નોકરીમાંથી કાઢવામાં આવેલા તેજસ પટેલ નામના પૂર્વ કોન્ટ્રાક્ટના કર્મચારીની કરતૂત હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. યુનિવર્સિટી પ્રશાસને આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. આ ઘટનાને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં કેમ્પસની સુરક્ષા અંગે ચિંતા વધી છે. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષામાં રહેલી ખામીઓ અને થયેલા નુકસાનનો અંદાજ કાઢવા માટે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
