તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
વિસાવદર દેવમણી કોલેજ ખાતે "વેલકમ" કાર્યક્રમ દબદબાભેર સંપન્ન
તુ. પ્રિ. ડૉ ઓઘડ ઝાલાએ વિદ્યાર્થીઓને સંસ્કાર સાથેનુ શિક્ષણ, પોતાની આવડતને કળાને આધારે કઈ રીતે આગળ વધારી શકાય તેનુ માર્ગદર્શન પુરુ પાડયુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરમાં પોપડી નદીના કાઠે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ શ્રી દેવમણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે "વેલકમ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના અધ્યક્ષ શાંતિભાઈ ગણાત્રા, એનસી પરમાર ગર્લ્સ હાઇસ્કુલના સંચાલક ટ્રસ્ટી અબુલીભાઈ હીરાણી, પ્રિન્સિપાલ ડૉ. ઓઘડભાઈ ઝાલા, મુખ્ય મહેમાન મામલતદાર રાજેશભાઈ ખોડભાયા, વિસાવદર નગરપાલિકા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકી, સિનીયર પ્રાધ્યાપક બી જે ખોડભાયા, ગલ્સ સ્કૂલના આચાર્ય કંચનબેન કાચા , તમામ કોલેજ સ્ટાફ, ગર્લ્સ હાઇસ્કુલનો તમામ સ્ટાફ અને આર્ટ્સ- કોમર્સ ના વિદ્યાર્થી ભાઈ- બહેનો, હરેશભાઈ મહેતા, બિપીનભાઈ, કૌશિકગીરી ગૌસ્વામી વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
કોલેજ વિદ્યાર્થીનીઓ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.
આ તકે નવનિયુક્ત રાજેશભાઈ ખોડભાયા મામલતદાર વિસાવદર, નગરપાલિકા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકી અને નવનિયુક્ત પ્રિન્સિપાલ ડૉ. ઓઘડભાઈ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતુ. પ્રાસંગિક પ્રવચનમાં મામલતદારએ ભણતર સાથે ઈતર પ્રવૃતિ માટે પ્રોત્સાહન પૂરુ પાડ્યુ હતુ. પ્રિ. ડૉ ઓઘડ ઝાલાએ વિદ્યાર્થીઓને સંસ્કાર સાથેનુ શિક્ષણ, પોતાની આવડતને કળાને આધારે કઈ રીતે આગળ વધારી શકાય તેનુ માર્ગદર્શન પુરુ પાડયુ હતું. કોલેજના અધ્યક્ષ શાંતિભાઈ ગણાત્રાએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્રના સંનિષ્ઠ નાગરિક બનવા માટે આહ્વાન કરી વિદ્યાર્થીઓ પોતે શ્રેષ્ઠતમ સફળતા કઈ રીતે હાસિલ કરી શકે તેની માહિતી આપી હતી. શબ્દોથી સ્વાગત ડૉ. વિપુલ ભાઈ પંડ્યાએ કરેલુ. તેમજ ડૉ. અરુણ કકકડએ આભાર વ્યક્ત કર્યો હતો, સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડૉ. હેતલ વ્યાસ એ કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ સ્ટાફે સારી જહેમત ઉઠાવેલ હતી
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
